________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ. પી. કાકડિયા
છે કે નાટકને નાયક મર્યકાટિ હોવા ઉપરાંત દિવ્ય પણ હોઈ શકે છે.૧ ધનંજયનો આ મત ભરતવિરોધી હોવા છતાં તેમની માન્યતાને શારદાતનય અને શિગભૂપાલ વડે સમર્થન પ્રાપ્ત થયેલ છે. વિશ્વનાથ અને રૂ૫ગોસ્વામી આ જ પરંપરામાં વિચારે છે, તે પણ તેમનું નિરૂપણ કંઈક અલગ તરી આવે છે. તેઓ નોંધે છે કે નાટકને નાયક દિવ્ય, દિવ્યાદિવ્ય અને અદિગ્ય હોઈ શકે છે. પિતાના વિધાનના સમર્થનમાં અનુક્રમે શ્રીકૃષ્ણ, શ્રીરામ અને દુષ્યતને નિદર્શનરૂપે રજૂ કરે છે. વાસ્તવમાં ભરત નાયકની દિવ્યતાને સ્વીકાર કરવાના પક્ષમાં નથી. અલબત્ત, દિવ્ય તત્ત્વની સહાય પ્રાપ્ત થવામાં તેમને વિરોધ નથી, શ્રીકૃષ્ણ વગેરેને દિવ્ય પાત્ર માન્યા પછી પણ નાટકમાં તેને વ્યાપાર મનુષ્યવત નિરૂપાવો અતિ આવશ્યક છે. આથી નાટકને નાયક મર્યકોટિને કહેવામાં જ લક્ષણુની સાર્થકતા રહેલી છે. વળી સંસ્કૃત નાટકોમાં નાયકનું દિવ્યરૂપે નિરૂપણુ જેવાયેલ નથી. ભાસ, ભવભૂતિ કે રાજશેખર વગેરેનાં નાટકમાં તે આ નાયકે માનવીય સ્વરૂપે જ દર્શાવાયા છે. હા, એ ખરું છે કે નાયકના દિવ્ય આશ્રય કે સહાયને ઈન્કાર કરી નથી. આથી ધનંજય વગેરેને માન્ય દિવ્ય નાયકનું વિધાન વાસ્તવિક ભૂમિકાએ ટકી શકે તેમ નથી. સંભવતઃ નાયશાસ્ત્રમાં પ્રયુક્ત રિવ્યાજતમ્ શબ્દને લીધે આ આચાર્યોએ નાયકની દિવ્યતાનું ગ્રહણ કર્યું હશે.
નાયક દિવ્ય નહિ પણ મર્યકાટિ જ હોવા અંગેનું ભારતનું વલણ વાજબી અને ગ્ય જણાય છે. એ ભાગ્યે જ કહેવાની જરૂર રહે કે મર્યકેટિને નાયક, વિશેષ કરીને રાજપિ નાયક વધુ આકાંક્ષાવાળા હોય છે. જયારે દિવ્ય પાત્ર આકાંક્ષાવાળું હોય તે પણ અત્યંત મુશ્કેલ કાર્ય પિતાની ઈચછા માત્રથી સિદ્ધ કરી લેવા સમર્થ હોય છે. નાટકમાં આશા-નિરાશાનું ઠઆવશ્યક છે, નહિ કે ઈચ્છા માત્રથી અભ્યદયપ્રાપ્તિ. નાયક પૃથફ મનુષ્ય જેવો બની સહાય વગેરેની શોધ આદરે તેમાં જ નાટ્યઅવસ્થાઓની સાર્થકતા રહેલી છે, જે દિવ્ય પાત્રના રહેવાથી ચરિતાર્થ થઈ શકે નહિ. આ સાથે એ નોંધવા ગ્ય છે કે ધાર્મિક માન્યતાના સંદર્ભમાં પણ દિવ્ય નાયકનું સમર્થન કરી શકાય નહિ. આપણે દઢ વિશ્વાસ છે કે દિવ્ય પાત્રનું આચરણ મનુષ્યજાત માટે અનુકરણરૂપ કે ઉપદેશરૂપ મનાયું નથી. નાટ્યદર્પણકાર આ જ કારણથી દિવ્ય નાયકને માન્યતા આપનાર આચાર્યોના મતને વિરોધ કરે છે. આથી દિવ્ય શબ્દને અભિપ્રેત અર્થ-દિવ્ય તત્વની પ્રધાનતા. દર્શાવતા મત્યે નાયક-એવો લેવાનું રહે છે. નાટકને સંપૂર્ણ જીવનનું વિવેચન કરનાર અને નીતિ સંબંધી ઉપદેશ આપનારું માનવાથી દિવ્ય ચરિતનું આલેખન આવકારી શકાય નહિ.
૧ ધનંજય--સં. ડે. ભલાશંકર વ્યાસ, પ્ર. ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી, તૃતીય આવૃત્તિ, ૧૯૬૭, ૩: ૨૩.
૨ શારદાતન-માવાન-ગલ, એ. સી. વડોદરા, ૧૯૬૮, પૃ. ૨૩ : ૨૦, શિગપાલ-સાળંarષાર-સં. ટી. વેંકટાચાર્ય, મ, અધ્યાર લાયબ્રેરી, ૧૯૭૯, ૩: ૧૩૧.
૩ વિશ્વનાથ-સચિન-સં. . સત્યવ્રતસિહ, પ્ર. ચૌખમ્બા વિદ્યાભવન, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૩, ૬ : ૯.
રૂપગોસ્વામી-નાટાવવા-સં. બાબુલાલ શુકલ શાસ્ત્રી, પ્ર. ચૌખમ્બા સંસ્કૃત સીરીઝ, ૧૯૬૪, ૩.
४ तेन ये दिव्यमपि नेतारं मन्यन्ते न ते सम्यगमंसतेति । .
રામચંદ્ર-ગુણચંદ્ર-નાટયકર્તન- સં. ડે. નગેન્દ્ર વગેરે. દિલ્હી વિશ્વવિદ્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧, ૫. ૨૦.
For Private and Personal Use Only