________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રુદ્રતા સકલિકા-આદાન,
પ્રદાન અને પ્રભાવ**
મણિભાઈ ઈ. પ્રજાપતિ કાવ્ય અને નાય સંબંધી સર્વ રસતો રસસિદ્ધાન્ત અને નાયક-નાયિકાનું વિશ્લેષણ કરનાર ભકૃત “કલિકા' અલંકારશાસ્ત્રની અલ્પજ્ઞાત-અ૫ખ્યાત કૃતિ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ઇતિહાસકાર ડે. પી. વી. કાશે અને ડે એસ. કે. ડેએ આ કૃતિની નોંધ લીધી નથી.
સંસ્કૃત અલંકારશાસ્ત્રના ઇતિહાસમાં “કાવ્યાલંકાર'ના કર્તા દ્વટ, “શુંગારતિલક 'ના કર્તા ભટ્ટ અને “રસકલિકા'ના કર્તા રુદ્ધભટ્ટ આ ત્રણેયના નામસામ્યને આધારે અને ત્રણેય કૃતિઓના એક સાથે નિરીક્ષણપૂર્વકના તુલનાત્મક અધ્યયનના અભાવે આ ત્રણેય આલંકારિકોની સાચી ઓળખ બાબતે કેટલાક અભ્યાસીઓએ ભ્રામક ગૂંચવાડો ઊભો કર્યો છે. મિશેલ, વેબર અને ઑક્રેટ જેવાઓએ “કાવ્યાલંકારના કર્તા રુદ્રટ અને “શુંગારતિલક”ના કર્તા દ્ધભટ્ટ બનેને અભિન માન્યા છે. બને કતિઓમાં કાવ્યશાસ્ત્રીય સ્તરની વિચારણુમાં અનેક સ્થળે વિચારનિરૂપણ-વૈષમ્ય જોવા મળે છે. આના આધારે સ્પષ્ટ થાય છે કે બને આલંકારિકો અલગ અલગ છે. બને કતિઓને વિગતે અભ્યાસ કરીને જેકોબીએ પણ બનેને ભિન્ન ભિન્ન સિદ્ધ કર્યા છે.'
આ જ રીતે, “શૃંગારતિલક'ના કર્તા ભટ્ટ અને એ જ નામના * રસકલિકા ના કર્તા રુદ્ધભટ્ટ બને વસ્તુતઃ અલગ અલગ છે. “શુંગારતિલક' કૃતિ અનેક વર્ષોથી પ્રકાશમાં આવી છે, પરંતુ રસકલિકા' તે બે વર્ષ પૂર્વે સને ૧૯૮૮માં જ હસ્તપ્રતસ્વરૂપમાંથી પહેલી જ વાર સંપાદિત થઈને મુદ્રિત સ્વરૂપે અસ્તિત્વમાં આવી. આમ, દ્ધભટ્ટની
• સવાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા - જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૬૧-૨૬૬.
• શામળાજી ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય યુનિ. અને કેલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના ૧૯મા અધિવેશન પ્રસંગે રજુ થયેલ અભ્યાસ લેખ.
• કાંકરેજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, થરા (જિ. બનાસકાંઠા ).
डे सुशीलकुमार, अनु० शर्मा मायाराम, 'संस्कृत काव्यशास्त्र का इतिहास', प्रका०हिन्दी प्रन्थ अकादमी, प्रेमचन्द मार्ग, राजेन्द्रनगर, पटना, सितम्बर-१९८८, द्वितीय संस्करण, पृ. ८०-८१
2 Pischel R., (Ed.) Spngärtilaka of Rudrabhatta, Keil, 1880
3 Kalpakam Sankarnarayanam, Rasakalika of Rudrabhatta (કમટ્ટParraar Taa ), The Adyar Library and Research centre, Madras, 1988, First Edition
For Private and Personal Use Only