________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૫
પરતુ શંકરાચાર્યના દર્શનની ભવ્ય ઉચાઈએ પહોંચવું એ સામાન્ય માણસ માટે અતિવિકટ હતું. એ ખોટ પૂરવા માટે શંકર પછી આશરે બે શતકે આચાર્ય રામાનુજ (૧૦૩૭– ૧૧ ૭૭) પધાર્યા. તેમણે વિશ્વ પ્રભુથી અલગ થઇ શકે જ નહિ એમ દર્શાવી “ પ્રપત્તિની ”-સંપૂર્ણ શરણાગતિની ભાવના આપી, જે ભાવનાને પછીના આચાર્યોએ અધિક વિકસાવી. રામાનુજાચાર્યનું ભાથું “ શ્રીભાષ્ય' તરીકે પ્રસિદ્ધ છે અને તેમની દર્શનશાખા “વિશિષ્ટાદ્વૈતદાન' નામથી ઓળખાય છે. તે પછી નિમ્બાર્કાચાર્ય (આશરે ૧૨૫૦)ના ભાષ્યમાં “વૈતાદ્વૈત વેદાન્ત” નું પ્રતિપાદન થયું, મખ્વાચાર્યે (૧૧૯૯-૧૩૦૩) “કૈવેદાન્ત' રજૂ કર્યું અને વલ્લભાચાર્યું (૧૪૭૦-૧૫૩૧) ફરી શંકરના સિદ્ધાન્ત તરફ વળીને “શુદ્ધાદ્વૈત વેદાન્ત’ વિકસાવ્યું.
૧૪ અવિધ:
આટલું વૈવિધ્ય જોઈને આ દશને પરસ્પર વિરોધી છે એમ પ્રથમ દષ્ટિએ જણાય. પરંતુ ઊંડે તુલનાત્મક અભ્યાસ કરતાં સમજાય છે કે વાસ્તવિકતા એથી જુદી જ છે. આ દર્શને વિરોધી નહિ પણ પરસ્પરના પૂરક જેવાં છે; અને તે સર્વને સમન્વય થતાં ભારતીય સંસ્કૃતિના ભવ્ય ભૂતકાળને સાક્ષાત્કાર થાય છે.
૧૫ “ તનુ અવતરણ:
ઉપર જે “ત'ની વાત કરેલી તે આ દર્શનના કર્મનો સિદ્ધાન્તમાં ઊતરી આવ્યું. કોઈએ “અપૂર્વ 'ના ઉદ્દભવની વાત કરી, તે કોઈએ “અદષ્ટ'ને પ્રકટીકરણમાં શ્રદ્ધા મૂકી પરંતુ તેમાંથી એટલું સ્પષ્ટ થઈ ગયું કે તેઓના દર્શન અનુસાર, માણસને જે સુખદુઃખ અને સગવડ-અગવડ પ્રાપ્ત થાય છે તે કોઈ દૈવી ઈચ્છાથી નહિ, પણ પોતે પૂર્વે કરેલાં કર્મોના ફળરૂપે જ એ બધું સાંપડે છે. અમુક કુટુંબમાં અમુક પ્રકારના સંયોગો વચ્ચે જન્મ થવો તે પણ પૂર્વજન્મના કમ અનુસાર જ હોય છે. આ રીતે દરેક વ્યક્તિ પિતાનાં સુખદુઃખ અને સગવડ-અગવડ માટે પોતે જ જવાબદાર છે એ સ્કટ નિષ્કર્ષ નીકળી આવ્યો અને એ નિષ્કર્ષના મૂળમાં રહ્યું પિલું વિશ્વની અબાધ્ય નૈતિક સુવ્યવસ્થાને રજૂ કરતું “ત’.
For Private and Personal Use Only