________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શલ્ય ચિકિત્સાની પ્રાચીનતા
પ્રજ્ઞા ઠાકર
આજે વિશ્વભરના વૈજ્ઞાનિકા નવીન પ્રભાવશાળી દ્રવ્યાની શોધમાં તથા પ્રાચીન દ્રવ્યાના મૂલ્યાંકનના મહત્ત્વપૂર્ણ કાર્યમાં અનેિશ લાગેલા છે અને તેમાં પ્રગતિ પણ સાધી છે. માત્ર ઔષધિ કે દ્રવ્યો જ નહીં પર ંતુ શલ્યક્રિયા ( Surgery )માં પણ વૈજ્ઞાનિએ સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે. અતિ સવેદનશીલ મમ સ્થાનાનાં ઓપરેશન કરવાં આજે સહજ વાત ગણાય છે. પરંતુ તે સાવ નવી શોધ નથી. સામાન્ય રીતે શસ્ત્ર-ક્રિયા પશ્ચિમની દેણુ ગણાય છે. વાસ્તવમાં આપણા પ્રાચીને એ આ દિશામાં ઘણી પ્રગતિ કરી હોવાના નિર્દેશા વૈદિક તેમ જ પરવતી સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. તે તરફ ધ્યાન દારવાને નમ્ર પ્રયાસ પ્રસ્તુત શોધ-લેખમાં કર્યો છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદમાં કેવળ અધ્યાત્મ કે કર્મ કાંડ જ નથી, એ જીવવિજ્ઞાન પણ છે. માનવજીવનને સ્પર્શીતાં અનેક વિજ્ઞાનાના એમાં સમાવેશ છે. એ પૈકીનું એક, શરીરસ્વાસ્થ્યને લગતું વિજ્ઞાન છે. સ્વાસ્થ્ય જાળવવા માટે અપનાવાતી ચિકિત્સાની જુદી જુદી પધ્ધતિઓના અણુસાર વૈદિક સાહિત્યમાં મળે છે. જેમ કે, ઔષધિ-ચિકિત્સા, જલચિક્રિત્સા, સૌરચિકિત્સા, વાયુચિકિત્સા, અનૈચિકિત્સા, માનસચિકિત્સા અને શસ્ત્રચિકિત્સા અર્થાત્ શલ્ય-ચિકિત્સા ( Surgery )ની પણ એમાં છણુાવટ છે.
શલ્ય-ચિકિત્સા વિશે વૈદિક સાહિત્યમાં ઠીકઠીક ઉલ્લેખા પ્રાપ્ત થાય છે. એમાંના મોટાભાગના, અશ્વિનિકુમારોએ કરેલી અદ્ભુત શલ્ય-ચિકિત્સાને લગતા છે. અશ્વિનિકુમારે ચિકિત્સકો અને શલ્યકુશળ વૈદ્યો (Expert physicians & surgeons) હતા, એવા ઉલ્લેખ ઠેર ઠેર મળે છે.
વેદમાં અશ્વિનિકુમારાની શલ્ય ક્રિયા વિષેના ઉલ્લેખ આશ્રય પમાડે તેવા છે. આ ઉપરાંત ણુ, અસ્થિભંગ તથા અંગભંગમાં થયેલી શસ્ત્રક્રિયાનું વધ્યું છે. આ રીતે શરીરનું અંગ પૂવત્ બને છે. વેદમાં આવાં નાનાં મેટાં શલ્યકર્મા (minor and major operations )ના ઉલ્લેખો મળે છે. અહીં દિશાસૂચનાથે કેટલીક વિગતો નોંધીશું. તેમાં સૌ પ્રથમ ઋગ્વેદના
સંદર્ભો વિચારીશું.
સ્થા ૭
‘સ્વાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ આગસ્ટ ૧૯૯, પૃ. ૯. ૨૪૭-૨૫૬
*મહર્ષિ વિજ્ઞાન અકાદમી, અમદાવાદ-૧૫.
For Private and Personal Use Only