________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
પ્રજ્ઞા ઠાકરે
જો કે અહીં મૃત ગાયને જીવંત કરી ? કે પછી મૃતઃપ્રાય થઈ ગયેલ ગાયની ચામડી છૂટી પાડી તેની ઉપર નવી ત્વચાનું આરોપણ કરી તેને જીવતદાન આપ્યું તે સ્પષ્ટ થતું નથી. પરંતુ “નિરર્મળ: જામવાત'ને અર્થ સાયણાચાર્ય એક કથા કહીને કરે છે. તે આ પ્રમાણે છે. “પૂર્વે એક ઋષિની ગાય મૃત્યુ પામી હતી. ઋષિએ ગાયના વાછરડાને જોઈને ઋભુની
સ્તુતિ કરી. ઋષિની પ્રાર્થના સાંભળી ભુઓએ તેના જેવી બીજી ગાય બનાવી, તેની ઉપર મૃતગાયના ચામડાને ઓઢાડીને તેને વાછરડા સાથે મેળવી આપી.
વર્તમાન પ્લાસ્ટિક સર્જરીમાં પણ શરીરના એક ભાગની ચામડીને ત્રણ ઉપર મઢવાની જ પ્રક્રિયા કરાય છે. આ વિગતને પ્લાસ્ટિક સર્જરી કે ગ્રાફટીંગ (Plastic Surgery or grafting)ની પ્રક્રિયાને પુરાવો ગણી શકાય !
ઋગવેદમાં સૂચિધ કે અંત:ક્ષેપ દ્વારા શરીરમાં ગયેલી દવા ક્ષય રોગ મટાડે છે એ નિર્દેશ પણ મળે છે.૧૩ આ રીતે શરીરમાં દવા દાખલ કરવા માટેના સાધનને એમાં ઉલેખ ન હોવા છતાં આજના ઈજેકશનની જેમ દવા શરીરમાં દાખલ કરાતી હશે, એવું અનુમાન આ નિર્દેશ પરથી થઈ શકે છે.
અથવવેદ:–
અથર્વવેદમાં વ્યભિચારી પુરુષને પુરૂષત્વહીન બનાવવાનો ઉલ્લેખ છે. તેમાં વ્યભિચારી પુરુષના બને અંડકોશનો નાશ કરવાનું જણાવ્યું છે.૧૪ પ્રસ્તુત મંત્રમાં વૃષણ સુધી પહોંચતી નાડીઓને “રાખ્યા” ( હળને છેડે ધેસરી બાંધવાને ખીલ) નામના સાધન વડે ભેદવાની વાત કરી છે. આધુનિક યુગમાં પુરુષવંધ્યીકરણની ક્રિયા સાથે આને સરખાવી શકાય ! અન્ય એક
સ્થળે ૧૫ ગાયના કાનને લોખંડના સાધન વડે (સ્વપિતિ વડે) ડામ દઈને રોગ મટાડવાની ભારતીય પશુપાલંકામાં આજે પણ પ્રચલિત અને પરંપરાગત ચાલી આવતી પદધતિને નિર્દેશ મળે છે. ઋચામાં વપરાયેલ “fધતિ' શબ્દનો અર્થ છેદન માટેની છરી (Operation Knife ) એવો થાય છે.૧૬ આમ આ મંત્રમાં શલ્યકર્મ માટેના સાધનને ઉલેખ પણ દષ્ટિગોચર થાય છે.
१३ यस्यौषधीः प्रसर्पथाङ्गमङ्गं परुष्परुः ।
ततो यक्ष्म वि बोधस्व उग्रो मध्यमशीरिवा ॥ ऋ. १०।९।१२ १४ ये नाड्यौऽदेवकृते ययोस्तिष्ठति वृष्ण्यम् ।
ते ते भिननि शम्ययामुष्या अधि मुष्कयोः॥ यथो नडं कशिपुन स्त्रियो भिन्दन्त्यश्मना ।
gવા મિનળ તે રોગોમુખ્ય અધિ મુક્યો છે -અથર્વ-દા૧૨ ૮૧૪-બ १५ लोहितेन स्वधितिना मिथुनं कर्णयोः कृधि ।
વતનના ૪ તસુ પ્રાયો વદુ અથર્વ–૧૪૧૨ 16 A Practical Vedic Dictionary-Dr. Suryakanta., Pub-Oxford University Press, Delhi, 1981.
For Private and Personal Use Only