________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
જયન્ત પ્રે. ઠાકર
,
.
′ વિદ્યા ' કે ‘ જ્ઞાન ' અર્થાત્ ‘ ઉત્કૃષ્ટ કોટિનું આધ્યાત્મિક જ્ઞાન'. આ અનુભૂતિએમાં જાણે અગમ્ય ગેબી અવાજ દ્વારા આ ઋષિએએ એ સાંભળ્યું અને તે સાંભળેલુ' ઉત્કૃષ્ટ જ્ઞાન ‘ વેદ 'માં રજૂ કર્યું. આથી જ વૈદને શ્રુતિ ' । મ્રુત પણ કહે છે—જે બન્ને શબ્દો / શ્ર * સાંભળવું 'માંથી ઊતરી આવ્યા છે, એક ભાવવાચક નામ છે અને બીજું કમણિ ભૂતકૃદન્ત છે. આમ, વૈદ એ કોઇ લેખકની કૃતિ નથી પણ પ્રાચીન ઋષિએની કસાયેલી પ્રતિભા દ્વારા તેમને થયેલી સાક્ષાત્ અનુભુતિ-૬°ન-જ છે, શ્રુતિ છે, ગહનમાં ગહન જ્ઞાન છે–મહર્ષિઓનાં પ્રજ્ઞાચક્ષુ દ્વારા અનુભવાયેલાં તથ્યોને સમૂહ છે.
૬. ક્રેનની ભૂમિકાઓ ઃ
આવી ઉચ્ચ કક્ષાએ પહાંચવા માડે ત્રણ ભૂમિકાઓ છે: ‘ શ્રવણુ ’, ‘ મનન ’, અને • નિદિધ્યાસન '. · શ્રવણુ ' એટલે ખીન્ન પાસેથી સાંભળેલી વાત—ગુરુ પાસેથી મેળવેલ ઉપદેશ અને વેદમાંથી મેળવેલ જ્ઞાન. આ પ્રથમ બાહ્ય ભૂમિકા થઈ. આ વાત ઉપર સતત ચિન્તન કરવું તે છે ‘ મનન ’. આ મનમાં થતી આન્તરિક ભૂમિકા છે. આવું અવિરત ચિન્તન થતાં કેટલીયે શંકાઓ અને પૃચ્છાએ ઊભી થાય, અને એ ચિન્તનમાં જ તેમનાં નિરાકરણ પણ થઈ જતાં પેલું જ્ઞાન દઢ થાય. આ પછીની અન્તિમ ભૂમિકા છે ‘ નિદિધ્યાસન ’તી, ‘‘નિદિધ્યાસન ’ એટલે નિરન્તર ધ્યાન-જે વસ્તુ ઉપર મનન થયું અને તે દ્વારા દઢતા સધાઈ, તેની સાથે એકરૂપ બની જવું, તન્મય થઈ જવું, કહે કે ખણે આપણું અસ્તિત્વ તેનાથી પૂરેપૂરુ' ભરી દેવું, દૂધ અને સાકર એકરૂપ થઈ જાય છે તેમ તેની સાથે એકાકાર બની જવું. આમ થતાં તે ગૂઢ પદાની સાક્ષાત્ અનુભૂતિ થાય.
- દૃશ્યન 'ની આવી ઉત્કૃષ્ટ કક્ષા ડાવાથી સહેજે સમજાય છે કે દર્શીતા એ કોઈ બુદ્ધિની રમતા કે કેવળ તાર્કિક કે બૌદ્ધિક પ્રક્રિયા નથી, પણ તે આચાર પણુ છે—સિદ્ધાન્તાને આચારમાં ઉતારવાની, જીવનવ્યવહારમાં પ્રકટાવવાની, પતિ પણ તે આપે છે. તે તે સર્વ પ્રકારના દુઃખમાંથી, જન્મમરણુના ફેરામાંથી મુક્તિ મેળવવા માટેના ઋષિઓએ શેાધેલા માર્ગો છે. અવિદ્યા-અજ્ઞાન અને વિપરીત જ્ઞાનથી જ આ દુઃખમય સસારનું બન્ધન હોઇ તે નિવારી સાચી વિદ્યા—સાચા જ્ઞાનની પ્રાપ્તિના પ્રયત્ન તે જ છે ‘ દર્શન ’. તેમાં તેમણે વિશ્વનાં પરિબળાની પાછળ ક્રમ કરતી શક્તિના પ્રબળ સમન્વયને વાચા આપી છે. પોતાની આસપાસનાં પરિબળાનું સુન્દર પૃથક્કરણુ કરવાની માનવમનની અદ્ભુત શક્તિનાં દર્શન તેમાં આપણુને થાય છે, જેને પરિણામે વૈવિષ્યમાં એકતા અનુભવાય છે.
૭ સૂક્ષ્મ ભેદઃ
- દર્શન ' વિષે આટલા વિચાર કર્યા પછી ‘ દર્શન ', ‘તત્ત્વજ્ઞાન ' અને અગ્રેજી શબ્દ
* philosophy ' ( ફ્રિલેસેાફી) એ ત્રણે વચ્ચેના સૂક્ષ્મ ભેદ સમજી લેવા જરૂરી છે. આ ત્રણ સદાએ ઘણી વાર એકબીજાના પર્યાય તરીકે પ્રયોજાય છે, તેથી તાત્ત્વિક ભેદ જાણવા આવશ્યક છે,
For Private and Personal Use Only