________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશિવમહિઃ સ્તાત્ર
પોતાની બુદ્ધિની મર્યાદા પ્રમાણે સ્તુતિ કરનારા સર્વ કોઈ નિદાને પાત્ર ન હોય, તો મારો પણ આ સ્તોત્ર વિષેનો પ્રયત્ન નિર્દોષ એટલે યોગ્ય જ છે. ૧
હે મહાદેવ! તમે ભકતનાં સર્વે દુ:ખો હરનારા છા, તેથી તમારું ‘હર ’ એવું નામ યોગ્ય જ છે. આપ સર્વનાં દુ:ખ હરનાર છે તેથી મારું દુ:ખ પણ આપ અનાયાસે દૂર કરી દેશેા. (મારા ઉપર કૃપા કરવામાં આપને વિશેષ કામ થવાનો નથી ) એવા અહીં ભાવ છે. હે પ્રભુ! આપ તો અનંત મહિમાવાળા 2. છે. “તમારો મહિમા આવેા છે, આટલા છે' એમ નહિ જાણનાર (મારા જેવા) કોઈ આપની સ્તુતિ કરે તો તે અયોગ્ય ઠર્ં છે; પરંતુ સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધિ પામેલા બ્રહ્માદિક દેવોએ કરેલી આપની સ્તુતિ પણ અયોગ્ય ઠરે છે; કેમકે તેઓ પણ આપના મહિમાના પાર પામી શકતા નથી, અહીં કોઈ શંકા કરશે કે બ્રહ્માદિ દેવો તે સર્વજ્ઞ છે, છતાં પાર પામી શકતા નથી એમ કહેવું અઘટિત છે; તો તેના સમાધાનમાં માત્ર આકાશનું ઉદાહરણ બસ થશે, જેમ આકાશના પાર, છેડો, મર્યાદા કે અંત એવું કંઈ જ નથી, તેથી તે અનંત કહેવાય છે, તેમ ઈશ્વરને મહિમા પણ અનંત છે; તેના પણ પાર, છેડો કે હદ નથી, એમ જ્યાં પાર કે છેડો એવી કંઈ વસ્તુ જ નથી તો તેને જાણવનું પણ કેવી રીતે બને ? જે વસ્તુની સંભાવના હોય, તે વસ્તુ વિષે જ કાંઈક જાણવાનું શકય થાય છે; પરંતુ મૂળમાં જેની સંભાવના જ નથી, તેને વિષે જાણવાનું પણ શું હોય? આવી રીતે બ્રહ્માદિ દેવા સર્વજ્ઞ છતાં ઈશ્વરના મહિમાના જે પાર પામી ન શકે તો તેથી તેમની સર્વજ્ઞતામાં કંઈ
For Private and Personal Use Only