________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેત્રપાઠ કરનાર શિવલેકમાં પૂજાય एककालं द्विकालं वा त्रिकालं यः पठेन्नरः। सर्वपापविनिर्मुक्तः शिवलोके महीयते ।।४२।।
દરરોજ એક વખત, બે વખત અથવા ત્રણ વખત જે પુરુષ આ સ્તોત્ર ભણે છે તે સર્વ પાપોથી મુકત થઈ શિવલોકમાં પૂજાય છે. ૪૨
આ અનુષ્ટ્રપ વૃત્ત છે.
આ સ્તોત્રપાઠથી શંકરની પ્રસન્નતા श्रीपुष्पदन्तमुखपङ्कजनिर्गतेन स्तोत्रेण किल्बिषहरेण हरप्रियेण । कण्ठस्थितेन पठितेन समाहितेन सुप्रीणितो भवति भूतपतिर्महेशः॥४३॥
શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું પાપહરણ કરનારું અને શંકરને પ્રિય આ સ્તોત્ર મુખપાઠ કરી સમાહિત (સાવધાન) ચિત્તે ભણવાથી એટલે જે ભણે છે, તેના ઉપર–ભૂતપતિ મહાદેવ ઘણા જ પ્રસન્ન થાય છે. ૪૩
શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું એવો એને અર્થ છે. પરંતુ પરિશિષ્ટમાં જે સમશ્લોકી અનુવાદ આપ્યો છે તેમાં અમે ખરેલ એમ કહેલું છે, તે યોગ્ય જ છે. નીકળેલ
For Private and Personal Use Only