________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણના મદને નાશ
કેમ કંપે છે?” શંકરે કહ્યું: ‘એ તો આપણો બાળક રાવણ કીડા કરે છે.’ ‘આવી તે ક્રીડા હોય? મને તો બહુ ભય લાગે છે!' એમ પાર્વતીજી બોલ્યાં. પછી તે મહાદેવજીએ પાર્વતીને ભય દૂર કરવા કૈલાસને સહેજ (લીલામાત્રથી) પગના અંગૂઠાના અગ્રભાગ વડે દબાવ્યો કે તરત જ રાવણ પાતાળમાં પેસી ગયો. પછી જ્યારે રાવણે દીનભાવે બહુ બહુ પ્રાર્થના કરી, ત્યારે શંકરે તેને ઉદ્ધાર કર્યો. આવી પુરાણપ્રસિદ્ધ કથાના અનુસંધાનમાં શ્રી પુષ્પદંત કહે છે કે, ભગવાન, તમારી સેવાના પ્રભાવે રાવણના બાહુમાં બળ પ્રાપ્ત થયું હતું છતાં તમારા નિવાસસ્થાન કૈલાસ ઉપર તેણે પોતાનું બળ અજમાવ્યું, પણ તમે અંગૂઠાનો અગ્રભાગ જરા દબાવ્યો, એટલામાં તો પાતાળમાં પણ તેની સ્થિતિ મુશ્કેલ થઈ પડી. તમારા અંગૂઠાના સહેજ દબાણમાં પણ આટલું બધું સામર્થ્ય છે કે, મહાબળી રાવણ પણ પાતાળમાં પેસી ગયે. અહીં કોઈ શંકા કરે કે, શંકરની કૃપાથી જ બળવાન બનેલે રાવણ શંકરને કેમ ભૂલી ગયો? તેના ઉત્તરમાં કહે છે કે, ખરેખર! સમૃદ્ધિ પામેલો દુષ્ટ પુરુષ પોતાના ઉપર ઉપકાર કરનારને પણ ભૂલી જાય છે. અરે! ઉપકારના બદલામાં અપકાર કરવા પણ તૈયાર થઈ જાય છે. આવી કૃતજ્ઞતા દુષ્ટ મનુષ્ય વગર કોણ કરે? સારાંશ કે નીચ પુરુષને સમૃદ્ધિ મળે છે, એટલે એ પાછળની બધી આપત્તિ ભૂલી જઈ છેક છકી જાય છે.
For Private and Personal Use Only