________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યજ્ઞનાં ફળ આપનાર શિવ
ભકતે મનમાં એમ ન લાવવું કે, આમાં શંકરની વડાઈ કરીને શ્રીવિષ્ણુને ઉતારી પાડયા છે. સુજ્ઞજનો તો વિષ્ણુમાં અને શિવમાં ભેદભાવ માનતા જ નથી, ખરી રીતે એમ જ છે; શિવ-વિષ્ણુ એક જ છે. એ પ્રમાણે પૂર્ણતા પામેલા ભકત ભેદભાવ છેડીને બંનેની આરાધના સમાનભાવે કરે છે. કેવળ અપૂર્ણને જ દ્વેષ તથા દુરાગ્રહ હોય છે.
૬૭
યજ્ઞનાં ફળ આપનાર શિવ
અહીં સુધીના શ્લોકમાં પરમાત્માની આરાધના કરવાથી સમગ્ર પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે એમ અન્વય તથા વ્યતિરેકથી વર્ણવ્યું છે. હવે તેના ઉપર કેટલાક મીમાંસકો ‘કર્મથી જ મનુષ્યમાત્રને શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે, તો પરમાત્માને માનવાની કંઈ આવશ્યકતા જ નથી' એમ કહે છે, તેનું ખંડન કરતાં સ્તુતિ કરે છે:
क्रतौ सुप्ते जाग्रत्त्वमसि फलयोगे क्रतुमतां क कर्म प्रध्वस्तं फलति पुरुषाराधनमृते ।। अतस्त्वां संप्रेक्ष्य क्रतुषु फलदानप्रतिभुवं श्रुतौ श्रद्धां बद्धवा दृढपरिकरः कर्मसु जनः || २० ||
યજ્ઞકર્મનો લય થતાં તમે યજ્ઞ કરનાર યજમાનને ફળ આપવા જાગતા રહ્યો છે. (નહિ તો) લય પામેલું કર્મ ઈશ્વરની આરાધના વિના કેમ ફળે? આથી તમને યજ્ઞનું ફળ આપવામાં જામીન ધારીને લોકો વેદમાં શ્રદ્ધા રાખી યજ્ઞકર્મમાં તત્પર રહે છે. ૨૦
For Private and Personal Use Only