________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
શ્રીશિવમહિમ્ર સ્તોત્ર
શકતો નથી, એવો ભાવ દેખાડવા શિવજીએ અર્ધનારીશ્વરરૂપ ધારણ કરેલું છે. શિવજીના ડાબા ભાગમાં ગૌરી વસે છે, છતાં સદાસર્વદા આત્માનંદમાં મગ્ન રહેનાર મહાયોગી શિવ પરમાત્મા આગળ કામદેવ ક્ષણવાર પણ ટકી શકો નહિ–અરે, બળીને ભસ્મ જ થઈ ગયો. એમ પરબ્રહ્મના ભજનમાં મગ્ન રહેનાર પુરુષ સંસારમાં રહે છે, તે પણ કામાદિનો પ્રભાવ તેના ઉપર લેશ પણ પડતો નથી, એ નક્કી છે.
પાર્વતી પોતે જગન્માયા છે અને ચિત્કળા છે, છતાં શિવ પરમાત્માને સ્ત્રીવશ માને એવી સંભાવના જે કરેલી છે, તે તો કેવળ લકિક સ્ત્રીઓના સ્વભાવની નકલ જ કરી બતાવી છે એમ સમજવું. જે લોકો મહાદેવજીને કામી અથવા સ્ત્રીવશ કહેનારા છે, તેઓ ખરેખર મંદ બુદ્ધિવાળા છે. સૂક્ષ્મ દૃષ્ટિથી જુએ તેને જ શિવને સાચો વૈરાગ્ય અને તેમનું પૂર્ણકામપણું બરાબર સમજાય.
મનુષ્ય સેંકડો યજ્ઞો કરે, ત્યારે જ તેને સ્વર્ગપ્રાપ્તિ થાય છે અને નંદનવનનાં કલ્પવૃક્ષોને લાભ તથા અમૃતને સ્વાદ તેને મળે છે. પરંતુ શિવજીના કૈલાસમાં તે સ્વાભાવિક રીતે કલ્પવૃક્ષો જ છે અને તેમની નગરીની ચારે બાજુએ તે અમૃતના સમુદ્રની ખાઈ છે. વળી કપાસના કરીને કામી પુરુષ જે સિદ્ધિઓ મેળવે છે, તેના કરતાં તો હજારગણી ચડિયાતી અણિમાદિ અષ્ટ સિદ્ધિઓ અને નવનિધિઓ શિવજીના દ્વારમાં જ સેવાભાવે રહે છે; છતાં તેમને કામી અથવા સ્ત્રીવશ કહેવા, એ નરી મૂર્ખતા નથી તે બીજું શું છે?
For Private and Personal Use Only