________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
શ્રીશિવમહિન્નઃ સ્તોત્ર
ધિની સિદ્ધિ થાય છે; અર્થાત ઉપાસના વડે પ્રસન્ન થયેલા ઈશ્વર અનુગ્રહથી સમાધિના લાભ આપે છે. એવા એ સૂત્રના અર્થ છે. ‘ તસ્ય વાચઃ પ્રાયઃ-તે ઈશ્વરના વાચક (બોધક) કાર છે;’ * તવસ્તથૅમાત્રનમ્ તે પ્રણવના જપ તથા તેના અર્થરૂપ ઈશ્વરનું ચિંતન કરવાથી ચિત્તની એકાગ્રતા (નિજ સ્વરૂપના સાક્ષાત્કાર ) યોગીને થાય છે.' એવા તેના અર્થ છે, વળી ‘તવાलंबनं श्रे8मेतदालबनं परम् । एतदालंबनं ज्ञाखा ब्रह्मलोके महीयते । ( ૩૦ ૧, ૨, ૨૭ ) આ ૐકારના આશ્રય લેવા શ્રેષ્ઠ છે, એનો આધાર સર્વોત્કૃષ્ટ છે અને એ કારરૂપ આશ્રયને જાણી મનુષ્ય બ્રહ્મલાકમાં પૂજાય છે.' એ શ્રુતિમાં યમરાજાએ નચિકેતાને ૐકાર એ જ શ્રેષ્ઠ આલંબન છે એમ કહેલું છે; અર્થાત બ્રહ્મબુદ્ધિ વડે તેની ઉપાસના કરવા કહેલું છે. સારાંશ કે પ્રણવ છે, તે સકળ પુરુષાર્થોનું સાધન છે, એમ નક્કી થયું; પરંતુ તેના જપ અને તેના અર્થની ભાવના (ચિ’તન ) કઠિન છે. તેથી સામાન્ય લાકોને તેનું અનુષ્ઠાન શકય થતું નથી, તથા સ્ત્રી, શૂદ્રાદિને તેના અધિકાર પણ નથી; એટલે સર્વસાધારણ અને પ્રસિદ્ધ એવાં ભગવદ્ગાચક નામના જપ કરવા સહેલા થશે, એમ ધારી શ્રીપુષ્પદંત શંકરનાં મુખ્ય આ નામે બતાવતાં સ્તુતિ કરે છે:
"
भवः शर्वो रुद्रः पशुपतिरथोग्रः सहमहाँस्तथा भीमेशानाविति यदभिधानाष्टकमिदम् ॥ अमुष्मिन् प्रत्येकं प्रविचरति देव श्रुतिरपि प्रियायास्मै धाने प्रविहितनमस्योऽस्मि भवते ॥२८॥
For Private and Personal Use Only