________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવનાં મુખ્ય આઠ નામે
હ૧
હે દેવ! ભવ! (જળમૂર્તિ), શર્વ (પૃથ્વીમૂર્તિ), રુદ્ર (અગ્નિમૂર્તિ), પશુપતિ (યજમાનમૂર્તિ), વળી ઉગ (વાયુમૂર્તિ) સહમહાન (સોમમૂર્તિ) તથા ભીમ (આકાશમૂર્તિ) અને ઈશાન (સૂર્યમૂર્તિ)–એમ આ તમાાં આઠ (મુખ્ય) નામ છે કે જે નામમાં વેદ પણ પરમેશ્વરને જણાવનાર થઈ ફર્યા કરે તેવા શરણરૂપ પ્રિય એવા આપને હું નમસ્કાર કરું છું. ૨૮
હે મહાદેવ! ભવ, ૮, શર્વ વગેરે તમારા મુખ્ય આઠ નામે છે; તેમાં તે એક એક નામમાં શ્રુતિ પણ પરમેશ્વરને બોધ કરાવતી ફર્યા કરે છે. મૂળમાં ‘વિ' શબ્દથી સ્મૃતિ, પુરાણ ઇતિહાસ, કથા વગેરેમાં પણ તેમને નિર્દેશ છે; અથવા પ્રણવની પેઠે આ નામનું પણ પ્રતિપાદન કરે છે, એમ અર્થ સમજવો. જોકે કર્મકાંડમાં ભવ વગેરે નામો અગ્નિવાચક કહેલાં છે, તો પણ અગ્નિ આવે, તે કંઈ નવાઈ જેવું નથી. મૂળ શ્લોકમાં દેવપદ સંબોધનાર્થે છે; છતાં તેને “દેવકૃતિરા” એમ સામાસિક (ભેગો) લઈએ તો દેવ એટલે બ્રહ્માદિક દેવે અને એ દેવની કૃતિ એટલે કમે"દ્રિય પણ આ નામ સાંભળવા સાવધાન રહે છે, એટલે કે તેઓ તમારાં નામો સાંભળવા સાવધાન રહે છે; આવો અર્થ થઈ શકે છે. જો બ્રહ્માદિ દેવો પણ ભકિતભાવથી મહાદેવનાં નામ સાંભળવા તત્પર હોય છે, તો પછી બીજાઓએ કેમ તત્પર ન થવું? એવે અહીં ભાવ છે. જેનું નામ સકળ પુરુષાર્થો આપે છે, તે પોતે કે છે? તે દેખાડી હવે ભકિતથી નમન કરે છે કે, હે પરમાત્મન ! આપ સર્વદા સ્વપ્રકાશ ચૈતન્યરૂપ વડે અપક્ષ છો; આપનું યોગ્ય ઉપચાર વડે આરાધના કરવા હું સર્વથા અસમર્થ છું; માટે
For Private and Personal Use Only