Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 96
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શિવમહિમા સ્તોત્ર -~- ~ હે મદનદહન! આપ અવયવરહિત હોવાથી પરિણામશૂન્ય છે અર્થાત સૂક્ષ્મ છે, અને સર્વવ્યાપક હોવાથી અંતર્યામી છે અર્થાત સૌથી મોટા છો; એવા આપને નમસ્કાર છે. “મોરીયાતો મહીયાન ” (. ૨, ૨૦ ) એમ શ્રુતિ પણ સૂચવે છે: “આત્મા અણુથી પણ અણુ છે.” એટલે અણુને જે આત્મા તે અણુથી નાનો કેમ ન હોય? તથા આકાશથી કોઈ મહાન પદાર્થ નથી, પરંતુ તેને પણ આધાર(અધિકાન ભૂત આત્મા તેનાથી વધારે મોટો કેમ ન હોય? મતલબ કે બ્રહ્મસ્વરૂપ શિવ–પરમાત્મા આવા પ્રકારના હોવાથી સ્તોત્રકાર કહે છે કે, હે પ્રભો! એવા આપને મારા નમસ્કાર હો, તથા હે ત્રિનયન! આપ સર્વના કારણરૂપ છો; માટે અત્યંત વૃદ્ધ અને વિકારરહિત હોવાથી સદા સર્વદા તરુણ પણ છે; એવા આપને મારા પ્રણામ છે. શ્રુતિ કહે છે કે, ત્રી રહ્યું पुमानसि त्वं कुमार उत वा कुमारी । त्वं जीर्णो दंडेन कञ्चसि વં ગાતો મવસિ વિશ્વનો મુવઃ | (તા. ૪, ૨) હે પરમાત્મન ! સ્ત્રી, પુરુષ, કુમાર, કુમારી, હાથમાં લાકડી લઈને જનારા વૃદ્ધ અને ઉત્પન્ન થનારો ઇત્યાદિ સમસ્ત સ્વરૂપ વડે તમે જ સર્વવ્યાપી છે.’ એવા આપને મારા નમસ્કાર હો. આમ વારંવાર નમસ્કાર કરવાનો હેતુ આ છે કે પરમેશ્વર હમેશાં વિલક્ષણ સ્વભાવવાળા છે, જે ઉપરના વિવેચન પરથી સમજાશે. આવા સ્વરૂપને નિર્ણય અલ્પબુદ્ધિ મનુષ્યો કરી શકે નહિ; તેથી સર્વદા તમને નમસ્કાર જ ઘટે છે. અલૌકિક સ્વરૂપ, લૌકિક શબ્દાદિ વડે કેવી રીતે પ્રકાશિત થાય? એટલે વિરુદ્ધ શબ્દો વડે વર્ણન કરવું પડે છે. અસ્તુ! [હવે ‘ત્રિનેત્ર' શબ્દનું કંઈક વિવેચન કરીશું. શક્રના For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124