________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવને સવ સ્વરૂપ ગણી નમસ્કાર
नमो वर्षिष्ठाय त्रिनयन यविष्ठाय च नमो नमः सर्वस्मै ते तदिदमिति शर्वाय च नमः ॥ २९ ॥
૯૩
હું નિર્જન વનને પ્રિય માનનારા! સૌની પાસે રહેલા અને સૌથી દૂર રહેલા આપને નમસ્કાર; હે કામને હરનારા ! સૌથી નાના અને સૌથી મોટા સ્વરૂપવાળા આપને નમસ્કાર; હે ત્રણ નેત્રવાળા! સૌથી વૃદ્ધ અને સૌથી યુવાન સ્વરૂપવાળા ! આપને નમસ્કાર. આ બધું આપ જ છે, એમ સમજી સર્વસ્વરૂપ અને કલ્યાણસ્વરૂપ આપને નમસ્કાર; અથવા પરોક્ષ અને અપરોક્ષરૂપે રહેલા આપને પ્રણામ હો. ૨૯
.
હે મહાદેવ ! અત્યંત શૂન્ય નિર્જન વનમાં વસવું આપને અત્યંત પ્રિય છે. પૂર્વજન્મના પુણ્યે જેઓનું અંત:કરણ શુદ્ધ થયું છે એવાં મનુષ્યાને તમે તદ્દન પાસે છે; કારણ કે ‘ઈશ્વર અમારો આત્મા છે.’ એમ તેઓ જાણે છે; પણ સંસ્કારરહિત મનુષ્યોને આપ અતિશય દૂર છે; કેમ કે તેઓ તા વિષયોમાં ગરકાવ થયેલા હેાવાથી આપના તરફ તેઓનું લક્ષ્ય હાય જ શાનું? એવા આપને મારા નમસ્કાર હે. શ્રુતિ પણ કહે છે કે, ‘પૂરાભુવને તરિહાંતિને ચ’ અર્થાત વિવેક, વૈરાગ્ય, શમ, દમ આદિ સાધનશૂન્ય અને મલિન અંત:કરણવાળા મનુષ્યો જોકે વેદાંતાદિ સાંભળે છે, (અને શિવસ્વરૂપ બ્રહ્મ જોકે પોતાનું સ્વરૂપ છે,) તેપણ તેમને માટે તો લેાકાલેક પર્વતથી પણ આપ દૂર છે; પરંતુ તે જ બ્રહ્મ (અર્થાત આપ પોતે) પ્રશાંત ચિત્તવાળા અને ગુરુદેવ આદિના અનુગ્રહ પામેલા પુરુષોને સમીપમાં એટલે હૃદયમાં જ જાણવા યોગ્ય છે.
F
For Private and Personal Use Only