________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવનાં મુખ્યમાં મુખ્ય ચાર સ્વરૂપ
------
-
૪, ૬) આ સર્વ જે દૃશ્યમાન સ્વરૂપ છે, તે આત્મા છે.' એમ આત્માનું સર્વવ્યાપકપણું બતાવેલું છે, માટે સર્વાત્મને નમસ્કાર કર્યા છે.
શિવનાં મુખ્યમાં મુખ્ય ચાર સ્વરૂપ
હવે પૂર્વે કહેલા સમગ્ર અર્થને સંક્ષેપમાં લઈ નમસ્કાર કરતાં શ્રી પુષ્પદંત પોતાની સ્તુતિનો ઉપસંહાર કરે છે: घहलरजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः प्रबलतमसे तत्संहारे हराय नमो नमः ।। जनसुखकृते सत्वोद्रिक्तो मृडाय नमो नमः प्रमहसि पदे निस्त्रगुण्ये शिवाय नमो नमः ॥३०॥
જગતની ઉત્પત્તિા માટે ઘણા જ રજોગુણવાળા ભવ.(બ્રહ્મ) સ્વરૂપ તમને વારંવાર નમસ્કાર, જગતને સંહાર કરવા માટે પ્રબળ તમોગુણવાળા હર (રુદ્ર) સ્વરૂપ તમને ફરી ફરી વંદન. વળી માણસેના સુખ માટે અધિક સવગુણને આશ્રય કરનારા મૃડ(વિષ્ણુ)સ્વરૂપ તમને અનેકવાર નમસ્કાર હો. છેવટે ત્રિગુણથી અતીત માયારહિત જયોતિ(મોક્ષ)સ્વરૂપ શિવને નમસ્કાર છે. ૩૦
વિશ્વની ઉત્પત્તિના સમયે સત્ત્વગુણ અને તમોગુણ કરતાં રજોગુણનું પ્રમાણ વધારે છે એવા તમે ભવ (મતિ અમાત વાતુ તિ મેવઃ) એટલે બ્રહ્મમૂર્તિને ધારણ કરો છો, તે આપને નમસ્કાર હો, એ જ પ્રમાણે વિશ્વના સંહાર વખતે
For Private and Personal Use Only