________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
શ્રીશિવમહિમ સ્તોત્ર
કાગળ લઈ સરસ્વતી દેવી જે સદાકાળ લખે, તે પણ તમારા ગુણોનો તે પાર ન પામે. ૩૨
શ્લોકનો અર્થ સરળ છે, છતાં ઉપર અર્થ આપ્યો છે; તેથી થોડું ભણેલો માણસ પણ સહજમાં સમજી લેશે કે ઈશ્વરના ગુણોનો પાર નથી. જો કોઈ માણસ ધરતી ઉપરની રેતીના રજકણો ગણવા ધારે તે કદાચ ગણી શકે, પરંતુ ઈશ્વરના ગુણોને તો તે કદી પાર ન પામી શકે. અરે! મનુષ્ય તે પાર ન પામી શકે એ વાત તો ઠીક છે, પરંતુ હજાર મુખવાળા શેષભગવાન પણ ઈશ્વરના ગુણોને ગાતાં ગાતાં થાકી જાય છે, એમ શાસ્ત્રોમાં અને પુરાણોમાં ઘણે ઠેકાણે વર્ણવેલું છે. વેદવ્યાસ કે જેમણે એકરૂપ વેદને અનેક શાખાઓરૂપે વિસ્તૃગૃત કર્યો છે, તે તથા શતકોટિ રામાયણના રચનાર મહર્ષિ વાલ્મીકિ અને વિષણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજી તેમ જ દેવોના ગુરુ બૃહસ્પતિ વગેરે
ઋષિમુનિઓ તથા દેવે પણ ઈશ્વરનો મહિમા વર્ણવવા સમર્થ થયા નથી, તે પછી બીજાનું તે ગજું શું? અસ્તુ! તાત્પર્ય આ જ છે કે યથાશકિત ઈશ્વરના ગુણોનું વર્ણન કરી પોતાની વાણીને પવિત્ર કરી લેવી.
ઉપસંહાર असुरसुरमुनीन्द्ररचितस्येन्दुमौलेग्रंथितगुणमहिम्नो निर्गुणस्येश्वरस्य । सकलगुणवरिष्ठः पुष्पदंतामिधानो रुचिरमलघुवृत्तैः स्तोत्रमेतञ्चकार ॥३३॥
For Private and Personal Use Only