________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશિવમહિ×ઃ સ્તાત્ર
અર્પણ કરાવી છે—ભેટ ધરાવી છે; મતલબ કે મારાથી જે કંઈ ન્યૂનતા થઈ હોય, તે આપ (મારી ભકિત તરફ જોઈ ) ક્ષમા કરશો. બીજાની બુદ્ધિથી કામ કરનારો ભૂલચૂક કરે છે; તેમ મેં ભકિતની પ્રેરણાથી આ કામ કરેલું છે; માટે ભૂલચૂક માફ કરશેાજી. અહીં સ્તુતિનાં વાકયોને પુષ્પાંજલિનું રૂપ આપેલું છે, તેથી એવું ફલિત થાય છે કે જેમ પુષ્પો ભમરાને પોતાના મકરંદ આપી ખુશ કરે છે, તેમ આ મારાં વાકયો સ્તુતિના વિષયમાં ભકિતભાવવાળા સજનાને ઈશ્વરના ઐશ્વર્યના વર્ણનરૂપી સુધારસ આપશે અને બીજાઓને શ્રાવણમાત્રથી પણ સુખ આપશે. સારાંશ કે હે પ્રભો! આપની ભકિતમાં અત્યંત અસંભવિત એવું ફળદાન કરવાની અપૂર્વ શકિત છે, એવું મારા અનુભવમાં આવી ગયું છે; માટે મારી પ્રાર્થના છે કે આપની અચળ ભકિત મને આપજો.
આ અને આ પછીના ત્રણે શ્લોકો માલિનીવૃત્તમાં છે: · નનમથયુંતેયં માહિન મોનિો; ' એવું એનું સંસ્કૃત લક્ષણ છે. એ ઉપરથી નીચેનું ગુજરાતી માપ જુઓ :
નનમયય ગુણાથી, માલિનીમાં ન ખામી;
કવિજન કવિતા કહે, આઠ સાતે વિરામી.
માલિનીમાં પાંચ ગણના પંદર અક્ષરો પૈકી આઠે અને સાતે વિરામ લેવાના હોય છે.*
‘આ એકત્રીસ શ્લોકની સંસ્કૃત વ્યાખ્યા શ્રીમત પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી મધુસૂદન સરસ્વતી સ્વામીજીએ પોતાની અનુપમ
For Private and Personal Use Only