________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવને સર્વસ્વરૂપ ગણું નમસ્કાર
૯૫
ત્રીજા નેત્રની ઉત્પત્તિનું વૃત્તાંત મહાભારતના અનુશાસન પર્વમાં છે, તેમાંથી થોડું બતાવીશું: વૃષભવાહન મહાદેવજી એક વખત કૈલાસ ઉપર તપ કરતા હતા, એવામાં પાર્વતી પોતાની સખીઓ સાથે ત્યાં આવી પહોંચ્યાં. તેમણે વિનોદમાં મહાદેવની પાછળ ઊભાં રહી તેમનાં બને નેત્રો પોતાના હાથ વડે ઢાંકી દીધાં. પછી તે એકાએક બધે અંધકાર વ્યાપી ગયો, હોમહવન વગેરે સર્વ ધર્મક્રિયાઓ બંધ પડી ગઈ. જગત સઘળું ભયભીત બની ગયું; જાણે સૂર્ય જ નષ્ટ થઈ ગયો હોય એવો સૌને ભાસ થયો, પરંતુ તરત જ મહાદેવજીના કપાળમાંથી પ્રલયકાળના અગ્નિ સમાન દેદીપ્યમાન અગ્નિજ્વાળા નીકળી. એ જ્વાળાથી પશુ, પક્ષી અને વૃક્ષાદિ સહિત કૈલાસ પર્વત બળી ગયો, ને જગતમાં વ્યાપેલો અંધકાર પણ તેના તેજથી નષ્ટ થયો. આ જોઈને પાર્વતી તે ઘણાં ગભરાયાં. હાથ જોડીને શંકર આગળ ઝાંખા મુખે ઊભાં રહ્યાં. તેમને ભાવ જાણી લઈ તથા પિતા હિમાલયની આવી દુર્દશા એમનાથી જોઈ જતી નથી, એમ વિચારી શંકરે દયાદૃષ્ટિથી કૈલાસને જોયો; તો તે પૂર્વવત સુશોભિત બની ગયો. આશ્ચર્યચકિત થયેલાં પાર્વતીજીએ શિવજીને પૂછયું:
"किमर्थ ते ललाटे वै तृतीयं नेत्रमुत्थितम् । किमर्थ च गिरिर्दग्धः सपक्षिगणकाननः ॥
આપના કપાળમાં આ ત્રીજું નેત્ર કેમ ઊપજ્યુ? તથા આ મારા પિતા( હિમાલય)ને બાળીને ફરી, પહેલાંની જેમ કેમ કર્યા?’ ત્યારે મહાદેવજી બોલ્યા:
'नष्टादित्ये तथा लोके तमोभूते नगात्मजे । तृतीयं लोचनं दीप्तं सृष्टं मे रक्षतः प्रजाः ।।
For Private and Personal Use Only