________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશિવમહિમ્ર: સ્તોત્ર - ~ ~
હે પાર્વતી! તેં અવિચારથી મારું નેત્ર બંધ કરી દીધાં, તેથી સૂર્ય જાણે નાશ પામ્યો હોય એવું મા જગત બની ગયું અને બધે ઠેકાણે અંધકાર વ્યાપી ગયે ને લોકો ભયભીત થયા; ત્યારે મેં પ્રજાના રક્ષણ માટે ત્રીજું નેત્ર પ્રકટ કર્યું. તેની અગ્નિજવાળાથી આ પર્વત સમસ્ત પ્રાણીઓ તથા વનરાજી સહિત બળી ગયો, પરંતુ તેને સંતુષ્ટ કરવા ફરી તેને પૂર્વવત સુશોભિત કર્યો.” હવે આનો તાત્ત્વિક અર્થ જોઈએ: શ્રુતિમાં “રથમિ' એવાં શંકરનાં ત્રણ નેત્રો કહેલાં છે. તે કેવળ લકિક ચંદ્ર, સૂર્ય અને અગ્નિ સમજવાં નહિ, પણ જુઓ:
आप्यायनस्तमोहंता विद्यया दोषदाहकृत् । सोमसूर्याग्मिनयनस्त्रिनेत्रस्तेन शंकरः ॥
જેવી રીતે ચંદ્ર પોતાની અમૃતમયી ચાંદનીથી સૌને આનંદ આપે છે, તેમ આપ્યાયન (માખ્યાતિ–સંપતિ રહ્યાનંદન તિ માધ્યાયન ગાર્નઃ) એટલે આનંદ, તેને ચંદ્ર જાણવો. સૂર્ય અંધકારને નાશ કરે છે, તે જ પ્રમાણે ચિત (ચૈતન્ય) અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરે છે, તેથી તેને સૂર્ય સમજવો અને અગ્નિ જેમ ઘાસને બાળે છે, તેમ વિદ્યા રાગદ્વેષાદિને બાળી ભસ્મ કરે છે, માટે તેને અગ્નિ જાણવી. મતલબ કે આનંદ, ચિત અને જ્ઞાનમાં લોકપ્રસિદ્ધ ચંદ્ર, સૂર્ય અને અગ્નિ સમાન ગુણો હોવાથી તેમ જ શંકર સત—ચિત-આનંદ (સચ્ચિદાનંદ) સ્વરૂપ હોવાથી આ ત્રણે નેત્રોવાળા (ત્રિનેત્ર) છે, એમ જાણવું.]
આમ શ્રી પુષ્પદંત કહે છે કે, હે પ્રભો! સર્વરૂપ એવા આપને મારા નમસ્કાર હો. ફર્વ કર્વે ચારમા” છે.” (g. .
For Private and Personal Use Only