________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવનાં મુખ્ય આઠ નામે
૮૯
કે લક્ષકત્વ શી રીતે પ્રાપ્ત થાય? તો તેના સમાધાનમાં જણાવવાનું કે, વાચ્યવાચકતા અને લક્ષ્યલક્ષણતા આદિ ભાવ વ્યાવહારિક દૃષ્ટિથી જણાય છે; ખરી રીતે એ કંઈ છે જ નહિ. આ પ્રણવ મંત્રમાં દૃશ્ય પ્રપંચલક્ષણ સર્વાર્થ ભરેલું છે અને તે સર્વાર્થ પણ શિવરૂપ છે, માટે સર્વાર્થરૂપ પરમાત્માનો સર્વાભાસક પ્રણવ પરિપૂર્ણતાને વાચક થયો છે એ બરાબર છે, જે વસ્તુ જે વડે યુકત થઈ ભાસે છે, તે ત્યાં કલ્પિત હોય, એમ સમજવું. દોરીના
આ કંઈક છે.’ એ ભાગ ઉપર સર્પ વગેરેને ભાસ થાય છે, તે પ્રમાણે દૃશ્ય પ્રપંચ “સત” આ વસ્તુ ઉપર ભાસે છે. પણ ખરી રીતે એ મિથ્યા છે, માટે જ તે સ૮,૫ બ્રહ્મમાં આરોપિત અથવા કલ્પિત છે. ભકતૃ–ભગ્યાત્મક આ પ્રપંચ તેના મૂળ અધિકાનના જ્ઞાન વડે જો લય પામે તો બાકી સ્વપ્રતિષ્ઠ, અદ્વિતીય પર શિવસ્વરૂપ જ રહે છે, એટલા માટે “મામૈવેદ્દે સર્વ ફુટું સર્વ યયનમાં ' ઇત્યાદિ શ્રુતિઓ શિવનું સર્વાત્મકપણું પ્રતિપાદન કરે છે. સારાંશ કે, પ્રણવના અર્થમાં સમગ્ર પ્રપંચનું મિથ્યાપણું તથા જીવ-શિવનું એકપણું અર્થાત આત્માનું સચ્ચિદાનંદપણું અને અદ્વિતીયપણું પ્રતિપાદન કરેલું છે, એ બરાબર જ છે.]
શિવનાં મુખ્ય આઠ નામે
આમ 'પ્રણવ' અદ્વિતીય બ્રહ્મને વાચક છે, એમ ઉપરના કમાં વર્ણન કર્યું છે. તે પ્રણવના અર્થનું સતત ચિંતન તથા તેને જપ કરવો, એ સમાધિનું સાધન છે, એમ પતંજલિ મહર્ષિએ યોગસૂત્રમાં વર્ણવ્યું છે: “સાિિસદ્ધિીશ્વરપ્રાધાન” જાળિયાના' એવું બીજું સૂત્ર પણ છે; ઈશ્વરના ધ્યાનથી સમા
For Private and Personal Use Only