________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવનું પરમપદ કાર
વ્યસ્ત એટલે ભિન્ન ભિન્ન અકાર, ૐકાર, મકાર તથા અર્ધમાત્રા—આ દરેક અવયવ પદ અર્થાત શબ્દનું કામ કરે છે; તેથી તેમનું પદપણુ` યોગ્ય છે; એમાંના અકાર વડે ઋગ્વેદ, જાગ્રતાવસ્થા, ભૂલોક, બ્રહ્મા ઇત્યાદિ સમજાય છે. કાર વડે યજુર્વેદ, સ્વપ્નાવસ્થા, ભુવર્લોક, વિષ્ણુ ઇત્યાદિ જણાય છે; મકાર વડે સામવેદ, સુષુપ્તિ અવસ્થા, સ્વર્લોક, મહેશ્વર ઇત્યાદિ સમજાય છે અને અર્ધમાત્રા વડે સર્વ વિકારાતીત, વિશ્વાદિ અભિમાની દેવાથી વિલક્ષણ એવું તમારું અખંડ ચૈતન્યસ્વરૂપ જણાય છે. આમ, અવયવપણે ૐકાર આપનું જ વર્ણન કરે છે.
८७
[હવે સમસ્તપણે અર્થાત સમુદાયશકિત વડે નિરવયવપણે ૐકાર ઈશ્વરના સ્વરૂપને જણાવે છે, તે બતાવાય છે: ૐકારનું બીજાં નામ પ્રણવ છે. આ પ્રણવ બે પ્રકારના છે: એક પર અને બીજો અપર. સત્યજ્ઞાનાનંદકરસ તથા માયા અને તેના કાર્યના સંબંધથી રહિત જે સર્વથી પર શિવસ્વરૂપ છે તે પર પ્રણવ છે; કેમ કે તે સ્વરૂપ બીજા કારણની જરૂરિયાત વિનાનું તથા પ્રકૃષ્ટ પરમાનંદરૂપે પ્રકાશિત થાય છે; માટે સર્વદા અભિનવ હોવાથી સમગ્ર વિક્રિયાશૂન્ય તથા કૂટસ્થ એવા તે નિત્ય સ્વરૂપને( પ્ર–નવ ) પ્રણવ કહે છે; અને બીજો જે અપર પ્રણવ કહ્યો છે, તે ‘અકાર, નકાર, નકાર અને અર્ધમાત્રા' એવા અવયવથી યુકત છે; તે પણ તે જ સ્વરૂપને કહેનાર હાવાથી અને જ્ઞાનીઓને સ્વાનુભવ વડે તે તે સ્વરૂપના નિત્ય નવીનપણાની પ્રાપ્તિનો હેતુ હોવાથી તેને પણ (પ્ર–નવ) પ્રણવ નામ વડે કહે છે. અજપા ગાયત્રીના અવયવરૂપ ‘હું ’ અને ‘સ: ’ આ બે અક્ષરો જ એકાકારપણાને પ્રામ
.
For Private and Personal Use Only