________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવનું પરમપદ કાર ઉપરના બે શ્લોકોમાં વં અને તત પદનું સ્પષ્ટીકરણ કરી, હવે કે પદ વડે અખંડ વાક્ષાર્થ સૂચવે છે:
त्रयीं तिस्रो वृत्तीत्रिभुवनमथो त्रीनपि सुरानकाराद्यैर्वणस्त्रिभिरभिदधत्तीर्णविकृतिः॥ तुरीयं ते धाम ध्वनिभिरवन्धानमणुभिः समस्तं व्यस्तं त्वां शरणद गृणात्योमिति पदम् ॥२७॥
હે શરણ આપનાર મહાદેવ! અ, ઉ અને મ, આ ત્રણ વર્ષોથી; ત્રણ વેદ (ત્ર, યજુ; સામ); ત્રણ વૃત્તિઓ અથવા અવસ્થા (જાગ્રત, સ્વપ્ન, સુષમિ); ત્રણ ભુવન (ભૂ, ભુવ: સ્વ:) ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ); એમને જણાવતું અને અને સૂક્ષ્મ ધ્વનિઓ વડે નિર્વિકાર (ત્રણે અવસ્થાઓથી પર) તમારા ચોથા સ્થાનને સમજાવતું આ પદ સમસ્ત હોય કે છૂટું પાડેલું હોય, પણ તમને જ વર્ણવે છે.?
હે શરણાગતને અભય પદ આપનાર મહાદેવ! કાર પદ આપને (સર્વાત્માને) બે રીતે પ્રતિપાદન કરે છે: (૧) સમસ્તપણે અને (૨) વ્યસ્તપણે. બીજી રીતે કહીએ તો અવયવશકિત વડે અને સમુદાયશકિત વડે (સાવયવ તથા નિરવયવ) તમારા સ્વરૂપનું જ વર્ણન કરે છે. અવયવશકિત વડે કારને વાક્યત્વ (વાકયપણું) છે અને સમુદાયશકિત વડે પદવ (પદપણું) છે. અસ્તુ! હવે વ્યસ્ત (ટા) પાસે કાર કેવી રીતે પરમાત્માને જણાવે છે, તે જુઓ:
For Private and Personal Use Only