Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 86
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિમ્ર સ્તોત્ર ~~~- ~ ~-~ હે પ્રભો, તમે સૂર્ય છો, તમે ચંદ્ર છો, તમે વાયુ છો, તમે અગ્નિ છો, તમે જળ છો, તમે પૃથ્વી છો અને આત્મા (ત્રણ યજમાનરૂપ) પણ તમે જ છો. એવી રીતે તમારા વિષે પરિપકવ બુદ્ધિવાળા પુરુષો પરિચ્છિન્ન એટલે મર્યાદિત વાણી ભલે બોલે પણ અમે તે આ સૃષ્ટિમાં એવું કોઈ તત્ત્વ જાણતા નથી કે જે તમે નથી. ૨૬ હે પ્રભો! પરિપક્વ બુદ્ધિવાળા વિદ્વાનો સર્વાત્મક એવા તમારું કેવળ આઠ મૂર્તિઓ વડે જ વર્ણન કરે છે, પરંતુ એ કોઈ રીતે યોગ્ય નથી. જોકે એવું વર્ણન કરનારાઓને શ્લોકમાં “વરિviાદ” એમ કહેલ છે, તો પણ એ પદ હાંસી દર્શાવે છે. વ્યવહારમાં જો આપણે કોઈને મૂઢ કહેવો હોય, તો આવી રીતે જ કહીએ છીએ કે, “વાહ! તમે તો ભાઈ બહુ ડાહ્યા છો!' આમ હાંસી માટે “ડાહ્યા’ શબ્દનો પ્રયોગ કરીએ છીએ, પણ તેને મુખ્યાર્થ નહિ સમજાતાં તમે મૂઢ છો’ એમ સમજાય છે. તે જ પ્રમાણે, પરિપકવ બુદ્ધિવાળા કહ્યા, તેને અર્થ “અપરિપકવ બુદ્ધિવાળા જ જાણવો. ' વિરોઢિક્ષણન્યાયાદિમા મદિ ચાર” જે ઠેકાણે જેને વિરોધ અથવા અભાવ હોય છે, તે ઠેકાણે તેને કહેનાર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે; એનું નામ વિરોધી ન્યાય છે. જેમ કે અભદ્રા(સ્વભાવથી જ અકલ્યાણરૂપ)ને ભદ્રિકા (કલ્યાણકારિણી) શબ્દથી બોલીએ છીએ, તેમ અહીં વિરોધી ન્યાયથી “રિતા:” પદનો પ્રયોગ છે, કેમ કે હે પરમાત્મન આ જગતમાં અમે તે વસ્તુ જાણતા નથી કે જે તમે નથી, અર્થાત ચરાચર જગતમાં પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી; For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124