________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાર્વતી પણ સ્ત્રી હોઈ શંકરને નથી
ઓળખતાં ! મહાદેવજી પોતે મહાન યોગી હોઈ, સર્વશ્રેષ્ઠ જિતેંદ્રિય પણ છે છતાં પાર્વતીજી ઉપર દયાળુ થઈ સ્ત્રીવશભાવ દાખવે છે, એવું બતાવતાં શ્રીપુષ્પદંત સ્તુતિ કરે છે:
स्वलावण्याशंसा धृतधनुषमहाय तृणवत् पुरः प्लुष्टं दृष्ट्वा पुरमथन पुष्पायुधमपि । यदि स्त्रैणं देवी यमनिरत देहार्धघटनादवैति त्वामद्धा बत वरद मुग्धा युवतयः॥२३॥
હે પુરમથન (અસુરોનાં નગરોને નાશ કરનાર)! હે યમ-નિયમ પાળનાર! પોતાના (પાર્વતીના) સૌંદર્યની (પરમ યોગી મહાદેવજીને પણ આ પાર્વતીના અતિશય સૌંદર્યથી હું જરૂર વશ કરીશ, એવી) આશાથી ધનુષ ઊંચકનાર કામદેવને તણખલાની જેમ (પિતાની) સામે જ જલદી બળી ગયેલો જોઈને પણ દેવી પાર્વતી (જેણે મારે માટે લાંબો વખત તપ કર્યું છે તે મારો વિરહ ન પામે એવી દયા લાવીને) જેને તમે પોતાના અર્ધ શરીરમાં સ્થાન આપ્યું છે, તે તે વરદાન આપનાર મહાદેવ! તમને જો સ્ત્રીવશ સમજે, તે ખરેખર (કહેવું જોઈએ કે) સ્ત્રીઓ અણસમજુ ય છે. ૨૩
હે ત્રિપુરાન્તક (અસુરોનાં ત્રણ નગરોનો નાશ કરનાર) આપ યમાદિ અષ્ટાંગ યોગમાં તત્પર રહો છો; છતાં આપ જિ
સ, ચા,
For Private and Personal Use Only