________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શિવમહિમ્ર સ્તોત્ર
જેવી જેની ભાવના, તેવી તેને સિદ્ધિ મળે છે.” માટે એવા અભાગિયાઓનાં વચનો નહિ સાંભળતાં નિરંતર શિવની ભકિતમાં પરાયણ રહેવું જોઈએ અને મન, વચન તથા કાયાથી અનન્યભાવે તેમની આરાધના કરવી, એ જ યોગ્ય છે.
અત્યાર સુધીમાં ૨૪ શ્લોકોનું વિવરણ થયું. તેમાં “અતીતઃ વસ્થાન” એ શ્લોકમાં “તત્વમસિ”નાં ત્રણે પદોનું વર્ણન કરી, તેમાં જ “વિવિધતુનઃ” પદ વડે ઈશ્વરનું સગુણ સ્વરૂપ
કચ્છ વિજયઃ' એ પદ વડે અદ્વિતીય બ્રહ્મસ્વરૂપ તથા “ઉદ્દે ૨વીને પદ વડે ભકતાનુગ્રહ અને સૃષ્ટિસંરક્ષણ વગેરે કાર્ય માટે માયા વડે લીલાશરીરનું ધારણ તથા તે તે અવતારોની ક્રીડા પ્રતિપાદન કરી છે, એમ જાણવું. “મઝાન ઢો. એ શ્લોકમાં સામાન્ય રીતે ઈશ્વરનું અસ્તિત્વ દૃઢ કરી “તવૈશ્વર્ય ચનત” એ દશમા શ્લોકથી “રામરાનેશ્વાબ્દીલા' આ ચોવીસમા
ક સુધીમાં સગુણ સ્વરૂપ, લીલાશરીર તથા તેનું વિહારાદિ વર્ણવેલ છે, હવે અદ્વિતીય બ્રહ્મસ્વરૂપનું આવશ્યક વર્ણન બાકી રહ્યું કે જેના વિના અત્યાર સુધીનું વર્ણન માત્ર ફોતરાં ખાંડવા
જેવું નિરર્થક છે; કેમ કે સર્વ શ્રુતિસ્મૃતિઓનું તાત્પર્ય કેવળ નિર્ગુણ બ્રહ્મસ્વરૂપમાં છે અને એ જ સ્વરૂપ સત્ય છે, તેમ જ તેનાથી ભિન્ન જે આ અખિલ દૃશ્ય પ્રપંચ છે, તે તો સ્વપ્નતુલ્ય મિથ્યા છે, એટલા માટે જ નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન કરવા હવે પછી આ ગ્રંથનો આરંભ થાય છે, એમ સમજવું જોઈએ.
- હવે આ ચાલુ શ્લોકમાં “રત્વે ઘરમં મ સિ ” તે સંબંધી તાર્કિકો કેવી શંકા કરે છે, તે બધું જોઈએ. તેઓ કહે છે કે,
For Private and Personal Use Only