________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકર દ્વારા દક્ષ પ્રજાપતિના યજ્ઞના નાશ ૦૩
નારદજીના ચડાવ્યાથી ગૌરી નંદી ઉપર બેસી, સાથે ભૂતગણા લઈ પતિની આજ્ઞાનો અનાદર કરીને પણ પિતાના યજ્ઞોત્સવમાં ગયાં. ત્યાં દાક્ષાયણી સતીને કોઈએ સત્કાર સરખો પણ કર્યો નહિ. દક્ષે તો પોતાની દીકરી સામું જોયું પણ નહિ અને શંકરની નિદા શરૂ કરી. આથી દાક્ષાયણીએ ક્રોધે ભરાઈ અગ્નિકુંડમાં એકદમ કૂદી પડીને પોતાના દેહ હોમી દીધા. એ જોઈ નંદી તથા સર્વ ભૂતગણો કૈલાસ તરફ પાછા ફર્યા અને સર્વ વૃત્તાંત શંકરને સંભળાવ્યો. શંકર અતિશય કોપાયમાન થયા. તેમણે પેાતાની જટા પૃથ્વી પર પછાડી એટલે તેમાંથી વીરભદ્ર નામે એક પરાક્રમી પુરુષ પેદા થયો. દક્ષના યજ્ઞભંગ કરવા વીરભદ્રે શિવજીની સ્તુતિ કરીને ભૂતગણા સાથે ઊપડયો. દક્ષના યજ્ઞમંડપમાં વીરભદ્રને આવતો જોઈ સહુ કોઈ ભયભીત થઈ નાસવા લાગ્યા. વીરભદ્ર બધા દેવાને અને મહર્ષિઓને શિક્ષા કરવા માંડી. દેવાના દાંત પાડી નાખ્યા, ભગદેવની આંખો ફોડી નાખી તથા ઋત્વિજોની મૂળ ઉખેડી કાઢી. એ રીતે યજ્ઞમંડપમાં ત્રાસ વર્તાવી તેણે સર્વ સામગ્રીનો નાશ કર્યો. છેવટે દક્ષના શિરચ્છેદ કરી તેનું માથું પોતાના પગ નીચે છૂંદી નાખ્યું. બ્રહ્માદિ દેવો તો દોડીને શંકર પાસે આવ્યા અને ઘણી ઘણી સ્તુતિ કરી દક્ષને સજીવન કરવા વીનવવા લાગ્યા. દેવાની સ્તુતિથી ભોળાનાથે પ્રસન્ન થઈ કહ્યું: ‘દક્ષનું શિર લાવી, તેના ધડ ઉપર મૂકો. ’ દેવ બોલ્યા : ‘ એ તો વીરભદ્રે છૂંદી નાખ્યું છે. ' ત્યારે શંકરે કહ્યું : ‘ મેષ( બકરા )નું માથું એના ધડ ઉપર મૂકો, એ જીવતો થશે.” શંકરના કહેવા પ્રમાણે કરવાથી દક્ષ સજીવન થયો. પછી તેણે પણ શંકરની અનન્ય ભાવે પૂજા કરી. ]
For Private and Personal Use Only