________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર
શ્રીશિવમહિમ્ર સ્તોત્ર
તેનો અનાદર કરીને કરાયેલો યજ્ઞ યજમાનના નાશનું જ કારણ થાય છે. ગીતામાં પણ ભગવાને શ્રીમુખે કહેવું છે કે,
અબ દુત ર્ત તાત ત ર થતા असदित्युच्यते पार्थ न च यत्प्रेत्य नो इह ॥
અશ્રદ્ધા વડે અગ્નિમાં જે હોમ્યું હોય, બ્રાહ્મણાદિને જે અનોદક વગેરે દીધું હોય, તેમ જ જે તપકર્મ કર્યું હોય, તે સર્વે નિષ્ફળ નીવડે છે; આવાં કર્મો ઐહિક તેમ જ પારલૌકિક સુખનાં કારણ થતાં નથી, માટે શ્રૌત માર્ત સર્વ કર્મ શ્રદ્ધાયુકત થઈને જ કરવાં જોઈએ.
[ હવે દક્ષ પ્રજાપતિ સંબંધી કેટલીક પુરાણકથા જોઈએ. એક વખત દક્ષ પ્રજાપતિ કૈલાસ ઉપર ગયેલા, ત્યાં મહાદેવજીએ તેમને આવકાર આપ્યો નહિ, ત્યારથી તે હમેશાં શંકરની નિંદા કરતા થયા હતા. પછી દક્ષે એક મોટો યજ્ઞ આદર્યો, તેમાં તેમણે જાણી જોઈને શંકરને આમંત્રણ આપ્યું નહિ અને તેમનો ભાગ પણ રાખ્યો નહિ, એટલું જ નહિ, પણ “શંકર તો અત્યંત અમંગળ છે” એમ કહી તેમનું અપમાન કર્યું. એ યામાં સર્વ દેવતાઓ તથા મહર્ષિઓ આવ્યા હતા. સૌ કોઈ પોતાના પિતાના યજ્ઞમાં જાય છે’ એમ જાણી ભગવતી ગૌરીના મનમાં તો પિતાજીના યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ. ત્યારે શંકરે કહ્યું: ‘તમારું ત્યાં અપમાન થશે, કેમ કે તે મારો પ કરનારો છે, માટે તમારે ત્યાં જવું યોગ્ય નથી.’ આમ બહુ બહુ સમજાવ્યા છતાં સતીના મનનું સમાધાન થયું નહિ. ત્યાં નારદજી આવ્યા અને સતીને કહેવા લાગ્યા: ‘પિતાને ઘેર જવામાં માન–અપમાન જોવાની કંઈ જરૂર નથી; તમારે યજ્ઞોત્સવમાં તો જરૂર જવું જોઈએ.' એમ
For Private and Personal Use Only