________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંકર દ્વારા દક્ષ પ્રશ્નપતિના યજ્ઞના નાશ
પ્રાયથી ભગવાનની અવકૃપા વડે યજ્ઞાદિ કર્મફળની અપ્રાપ્તિ તથા અનર્થની પ્રાપ્તિ બતાવતાં શ્રીપુષ્પદંત સ્તુતિ કરે છે :
૭૧
क्रियादक्षो दक्षः क्रतुपतिरधीशस्तनुभृतामृषीणामार्त्विज्यं शरणद सदस्याः सुरगणाः ॥ क्रतुभ्रंशस्त्वत्तः क्रतुफलविधानव्यसनिनो ध्रुवं कर्तुः श्रद्धा विधुरमभिचाराय हि मखाः ॥ २१ ॥
હે શરણ આવનાર મહાદેવ! પ્રાણીઓના અધિપતિ અને ક્રિયાકુશળ એવા દક્ષ પ્રજાપતિ પોતે જ (જે યજ્ઞમાં) યમાન હતા, ઋષિઓ અધ્વર્યુ હતા અને દેવા સભાસદ હતા, છતાં યજ્ઞનું ફળ આપવા ટેવાયેલા એવા આપથી (એ દક્ષના) યજ્ઞના નાશ થયા હતા; કારણ કે શ્રદ્ધા વગર કરાયેલા યજ્ઞો નક્કી યજમાનના નાશ માટે જ થાય છે. ૨૧
હે પ્રભા ! યજ્ઞવિધિમાં કુશળ, સમસ્ત પ્રાણીઓના સ્વામી અને વિદ્વાન એવા મહાસમર્થ દક્ષ પ્રજાપતિ પોતે જ યજ્ઞમાં યજમાન હતા; ભૃગુ વગેરે ત્રિકાલદશી મહર્ષિઓ ઋત્વિજો હતા; વળી બ્રહ્માદિ દેવગણો ત્યાં સભાસદ અર્થાત ઉપદ્રષ્ટા (યજમાન તથા ઋત્વિજોથી જુદા હોઈ તટસ્થપણે એ યજમાન તથા ઋત્વિજોનાં કાર્યને જોનારા) હતા. એમ અલૌકિક સામગ્રીવાળા દક્ષ પ્રજાપતિનો યજ્ઞ તમારી અપ્રસન્નતાથી ભગ્ન થયા. ખરી રીતે, યજ્ઞનું ફળ જે સ્વર્ગાદિ છે, તેને આપવાનું જેને વ્યસન થઈ ગયું છે, એવા તમારું અપમાન કરી દક્ષે પેાતાના યજ્ઞના નાશ નોતર્યો. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, યજ્ઞફળ આપનાર ઈશ્વર વિષે શ્રદ્ધારહિત
For Private and Personal Use Only