________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશિવમહિમઃ સ્તાત્ર
કરીને લોકો શ્રૌત~~સ્માર્ત કર્મો કરે છે. વ્યવહારમાં પણ જોવામાં આવે છે કે, જ્યારે કોઈ મનુષ્ય બીજાને કરજ ધીરે છે, ત્યારે કોઈ સારો જામીન માગે છે. જામીન હોય તે શંકા વગર કરજ ધીરે છે; કેમ કે મનમાં એ સમજે છે કે, ભલેને દેવાદાર નાસી જાય કે મરી જાય, પણ મારું દ્રવ્ય ! હું આ સમર્થ જામીન થયેલા પુરુષ પાસેથી લઈશ; એવા વિચારથી કરજ ધીરે છે એ રીતે દેવાદારના જેવાં શૌતસ્માર્ત કર્મો નાશ પામ્યા છતાં લેણદાર ( યજમાન ), તે ‘ જામીનરૂપ ( કર્મસાક્ષી ) ઈશ્વરની પાસેથી હું આ કર્મનું ફળ લઈશ એવા વિશ્વાસથી નિ:શંક થઈ કર્માનુષ્ઠાન કરે છે. આ કર્મફળદાતા ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ જ છે.
’
શકર દ્વારા દક્ષ પ્રજાપતિના યજ્ઞના નાશ
ઈશ્વરકૃપાથી યજ્ઞયાગાદિ કર્મની ફળપ્રાપ્તિ થાય છે એમ કહી ‘શાસ્ત્રોકત કર્મોમાં શુભ ફળ આપવાનું બળ નથી, પણ તે શાસ્ત્રીય કર્મોથી ઉત્પન્ન થયેલું ધર્મસંજ્ઞાવાળું અપૂર્વ જ ફળપ્રાપ્તિનું સાધન છે' એવું માનનારા મીમાંસકોના મતનું ખંડન કર્યું. હવે ‘વેદોકત કર્મ ન કરવાથી અને નિષિદ્ધ કર્મ કરવાથી પ્રાપ્ત થનાર પશુપણું વગેરે અશુભ ફળ આપનાર ઈશ્વર જ છે એમ માની શકાય નહિ; માટે અપૂર્વની કલ્પના તો કરવી જ જોઈએ—’ એવી જો મીમાંસકો શંકા કરે, તે તેના સમાધાનમાં કહે છે કે, જેમ વ્યવહારમાં રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી તેની કૃપાને બદલે ઊલટો અનર્થ પ્રાપ્ત થાય છે, તેમ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારને પણ સમગ્ર અનર્થાદિકની પ્રાપ્તિ થાય છે, એ અભિ
For Private and Personal Use Only