________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
કીશિવમહિમ્ર સ્તોત્ર
હે ભગવન ! યજ્ઞાદિ કર્મોનો સ્વભાવ જ સુરત નાશ પામવાને છે; માટે યજ્ઞાદિ કર્મ કરનારાઓને કાળાંતરે અને દેશાંતરે મળનારાં ફળ માટે તમે સદા જાગ્રત રહો છો. નષ્ટ થયેલાં કર્મો ઈશ્વરના આરાધન વગર કયાં અને કેવી રીતે ફળદાયી થવાનાં હતાં? કર્મનું કાર્ય તે અપૂર્વ છે. જગતમાં કોઈ ઠેકાણે એવું જોવામાં નથી આવતું કે નાશ પામેલાં કર્મો અપૂર્વ દ્વારા ફળદાયી થતાં હોય. ચેતન રાજાની સેવા કરી હોય તો અપૂર્વ વિના જ તે ફળદાયી થાય છે, માટે જગતમાં જેમ જોવામાં આવે છે, તે જ રીતે વૈદિક કર્મોનું ફળદાયીપણું પણ સિદ્ધ હોવાથી લોકવિરુદ્ધ અપૂર્વની અને ફળદાયીની પણ કલ્પના કરવી યોગ્ય નથી. લૌકિક કર્માનુસાર જ વૈદિક કર્મોની પણ કલ્પના કરવી જોઈએ એમ શારીરિક ભાષ્યમાં પણ કહેલું છે.
હવે અપૂર્વની કલ્પના કરનારાઓને પૂછવું જોઈએ કે, તમે જેને “અપૂર્વ અપૂર્વ' કહી વાત કરો છો, તે અપૂર્વને સ્વર્ગાદિ ફળ આપવામાં લૌકિક કારણોની જરૂર રહે છે કે, કેમ? જો લૌકિક કારણોની જરૂર નથી રહેતી એમ તમે કહો, તો કર્મફળને ઉપયોગ કરવામાં આવશ્યક એવાં શરીરાદિકની પણ જરૂર નથી એમ કહેવું જોઈએ, અને શરીરાદિક સાધન વિના ફળનો ઉપભોગ કરી શકાય છે એમ તે કોઈ પણ કબૂલ કરે નહિ; કેમ કે ક્રિયાશકિત, જ્ઞાનશકિત અને શરીર–એમના વિના ઉપભોગ કરવો સંભવે નહિ. કદાચ તમે એમ કહો કે, ફળ આપવામાં અપૂર્વને બીજા સાધનની જરૂર રહે છે, તે દેહેન્દ્રિયાદિની જરૂરની પેઠે ઈશ્વરની પણ જરૂર અવશ્ય હોવી જોઈએ. કર્મને જ્ઞાતા જ કર્મનું
For Private and Personal Use Only