________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશિવમહિગ્નઃ સ્તાત્ર
પડી તો નહિ ગયું હોય' એવી શંકાથી આસપાસ જોયું, પણ પત્તો ન લાગ્યો. એટલે મનમાં બીજી શંકા ઉત્પન્ન થઈ કે, ‘હજાર નામના ઉચ્ચાર કરવામાં મારી કંઈ ભૂલ હશે કે શું? પણ મારાથી એવી ભૂલ તો થાય જ નહિ. હવે શું કરવું ? એક હજાર કમળાથી પૂજા કરવાનો મારો સંકલ્પ અપૂર્ણ રહે છે; અહીંથી ઊઠીને હું એક કમળ લેવા જાઉં, તો આસનભંગ થવાના દોષ લાગે !' આમ વિચાર કરે છે, ત્યાં એક ઉપાય તેમને સૂઝયો:
<
સઘળા લોકો મને પુંડરીકાક્ષ કહે છે, એટલે હું કમળનેત્ર છું. મારું નેત્રરૂપી કમળ હું અર્પણ કરું તો મારો સંકલ્પ પૂરો થાય' એવા નિશ્ચય કરી પેાતાની આંગળીઓ વડે નેત્ર ઉખાડી કાઢી શિવજીના ચરણમાં અર્પણ કર્યું, ત્યારે મહાદેવજી પ્રસન્ન થઈને પ્રગટ થયા અને બાલ્યા : ‘વિષ્ણા ! તમારી ભકિત તો કોઈ અલૌકિક છે. ત્રણે લાકમાં તમારા સમાન મારો બીજો કોઈ ભકત નથી, માટે હું તમને ત્રણે લોકનું રાજ્ય આપું છું. તમે તેનું પાલન કરો. મારા ભકતો જો તમારા દ્રોહ કરશે, તો તે મારા દ્રોહી બનીને નરકમાં જશે; બીજી કંઈ તમારી ઇચ્છા હાય તા કહ્યું, ' ત્યારે વિષ્ણુએ કહ્યું : ‘હે ભગવન ! આપે મને ત્રણ લોકનું રાજ્ય આપી તેનું રક્ષણ કરવાનું સોંપ્યું; પણ મદોન્મત્તા તથા મહા પરાક્રમી દાનવોને હું કેવી રીતે મારું ?' મહાદેવજી બોલ્યા : ‘આ સુદર્શનચક્ર તમને અર્પણ કરું છું એ સર્વ દૈત્યોનો સંહાર કરશે, માટે તે ગ્રહણ કરો.' એમ કહી સુદર્શનચક્ર આપી શિવજી અદૃશ્ય થયા. એ પ્રમાણે શ્રીવિષ્ણુએ શંભુનું પૂજન કર્યું હતું તથા અનન્ય ભાવે આરાધના કરી હતી. આ ઉપરથી કોઈ વિષ્ણુ
For Private and Personal Use Only