________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષ્ણુની મહાન શિવભક્તિ हरिस्ते साहस्रं कमलबलिमाधाय पदयोर्यदेकोने तस्मिन् निजमुदहरनेत्रकमलम् ।। गतो भक्न्युरोकः परिणतिमसौ चक्रवपुषा त्रयाणां रक्षायै त्रिपुरहर जागति जगताम् ॥१९॥
હે ત્રિપુરહર! વિષ્ણુએ તમારા ચરણમાં જ હજાર કમળોનાં પુષ્પોની ભેટ મૂકી (ત્યારે તેમની ભકિતની પરીક્ષા કરવા તેમાંથી તમે એક છુપાવ્યું તેથી) તેમાં એક ઓછું થતાં (જાબાજુ જોવા છતાં તે નહિ મળતાં) પોતાનું નેત્રકમળ ઉખેડી કાઢયું (અને તે આપને અર્પણ કર્યું). આ અતિશય ભકિતને પ્રકર્ષ સુદર્શનચક્રના રૂપે પરિણામ પામી ત્રણે જગતના રક્ષણ માટે (હજી) જાગ્રત રહે છે. ૧૯
વિષ્ણુએ પોતાનું નેત્રકમળ શંકરના ચરણોમાં અર્પણ કર્યું, તેની કથા પુરાણમાં નીચે મુજબ છે :
એક સમયે વિષ્ણુ ભગવાન કાશીક્ષેત્રમાં મણિકર્ણિકાના પવિત્ર ઘાટ પર સ્નાન કરી હજાર કમળ લઈ મહાદેવજીની પૂજા કરવા શિવમંદિરમાં ગયા ત્યાં શંકરની ભકિતપૂર્વક પૂજા કરી, શિવસહસ્ત્રનામમાંથી એકેક નામનો ઉચ્ચાર કરી શંકરના લિંગ ઉપર એકેક કમળ ચડાવવા લાગ્યા. એ વેળા વિકની ભકિતની પરીક્ષા કરવા સારુ મહાદેવે એક કમળ ગુપ્તપણે હરી લીધું. છેવટે જ્યારે એક કમળ ઓછું થયું, ત્યારે તેમણે “આજુબાજુ કમળ
For Private and Personal Use Only