________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ત્રિપુરદહન માટે શિવને આડંબર
૬૧
ગંગાજી કેટલોક વખત તો જટામાં ગોંધાઈ રહ્યાં, પણ ભગીરથ રાજાની પ્રાર્થનાથી શંકરે ગંગાજીને બહાર નીકળવાનો રસ્તો આપ્યો ત્યારે ગંગાજીનો પ્રવાહ પૃથ્વી ઉપર આવ્યો.]
અગમ્ય મુનિએ સાતે સમુદ્રોને પી જઈ ખાલી કરી મૂક્યા હતા, ત્યારે ભગીરથે આણેલી ગંગાના જળથી જ ફરી તે ભરાયા હતા એ વાત પુરાણમાં પ્રસિદ્ધ છે. સારાંશ એ છે કે એવડો મોટો ગંગાના જળનો પ્રવાહ તમારા મસ્તક ઉપર માત્ર એક ટીપા જેવડો દેખાતો હતો, જેણે આવડો મોટો પ્રદેશ વ્યાપ્ત કરી દીધો છે, તે જ પ્રવાહ આકાશમાં મંદાકિની, ભૂલોકમાં ભાગીરથી અથવા ગંગા અને પાતાળમાં ભગાવતીના નામે પ્રસિદ્ધ છે.
ત્રિપુરદહન માટે શિવને આડંબર स्थः क्षोणी यन्ता शतधृतिरगेन्द्रो धनुरथो स्थाङ्गे चन्द्राकौं स्थचरणपाणिः शर इति ॥ दिधक्षोस्ते कोऽयं त्रिपुरतृणमाडम्बरविधिविधेयैः क्रीडन्त्यो न खलु परतंत्राः प्रभुधियः॥१८॥
ત્રિપુરરૂપી ઘાસને બાળવા ઇચ્છતા તમારે પૃથ્વીરૂપી રથ, બ્રહ્માજીરૂપ સારથિ, મેરૂપી ધનુષ્ય, સૂર્ય અને ચંદ્રરૂપી રથનાં બે પૈડાં અને વિષ્ણુરૂપી બાણ આવો આડંબર કરે, એ શું? ખરેખર! સ્વાધીન પદાર્થોની સાથે ક્રિીડા કરતી પરમેશ્વરની બુદ્ધિ પરાધીન હતી નથી. ૧૮
For Private and Personal Use Only