________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવના મસ્તક પર ગંગાનું ટીપા
જેવું દૃશ્ય वियद्व्यापी तारागणगुणितफेनोद्गमरुचिः प्रवाहो वारां यः पृषतलघुदृष्टः शिरसि ते ॥ जगद्द्वीपाकारं जलधिवलयं तेन कृतमित्यनेनैवोनेयं धृतमहिम दिव्यं तव वपुः ॥१७॥
આકાશમાં ફેલાઈ રહેલો અને જેના ફણમાંથી નીકળતી (સફેદ) કાંતિ તારાઓના સમૂહને લીધે બમણી થઈ છે, તે (આકાશગંગાના) જળનો પ્રવાહ તમારા મસ્તક ઉપર પડતાં જ માત્ર જળબિંદુ જેવડો ના દેખાયો! જે જળપ્રવાહે સમુદ્રરૂપ કંદોરાવાળું જગત એક બેટ જેવું બનાવ્યું છે. આ ઉપરથી જ તમારો દિવ્ય દેહ કેવો મોટો મહિમા ધારણ કરી રહ્યો છે તેનું અનુમાન કરી શકાય છે. ૧૭
હે પ્રભો! આકાશને છાઈ દેનાર અને જેના ફીણમાંથી નીકળતો સફેદ કાંતિમાં નક્ષત્રોના સમૂહ વધારો કર્યો છે, એવો આકાશગંગાના જળનો મહાપ્રવાહ તમારા મસ્તક પર અર્થાત તમારી જટામાં માત્ર એક નાના ટીપા જેવો જણાયો. પાછળથી એ જ જળના ધોધથી આખું જગત બેટના આકારે બની ગયું. જેમ કોઈ નગરની ચારે બાજા ખાઈ ખોદીને તેમાં જળ ભર્યું હોય, તે પ્રમાણે તે પ્રવાહે જગતને ચારે બાજુથી ઘેરી લીધું છે; તે ઉપરથી આપનું દિવ્ય શરીર કેવડું મોટું હશે. તે કંઈક કલ્પનામાં
For Private and Personal Use Only