________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવનું તાંડવનૃત્ય
પ૭ ---
------- પ્રતિકૂળ જ હોય છે. ૧૬
હે ઈશ! આપના વરદાનથી સાયંકાળે પ્રબળ થઈને જગતનું ભક્ષણ કરવા તત્પર થતા રાક્ષસને પોતાના તાંડવનૃત્યથી મોહિત કરવા આપ નાચો છો; અર્થાત જગતના રક્ષણકાર્યમાં આપ પ્રવૃત્તિ કરો છો ત્યારે જગતની શી દશા થાય છે તે જુઓ. નૃત્ય કરતી વખતે તમારા પગના પ્રહારે પૃથ્વી મોટા સંકટમાં આવી પડે છે. એટલે કે હવે મારો નાશ થવા બેઠો છે કે શું એવા સંશયમાં પડે છે અને મજબૂત લાંબા તથા પુષ્ટ એવા તમારા બાહુરૂપી ભગળોના વેગથી ભમવા વડે નક્ષત્રસમૂહ પીડા પામે છે અને સર્વ નક્ષત્રમંડળ સંકટમાં પડી જાય છે. વળી તમારી છૂટી જટાના છેડા અફળાવાથી સ્વર્ગ પણ ખળભળી ઊઠે છે અર્થાત ઘણી મુશ્કેલ સ્થિતિમાં જઈ પડે છે. આવી તમારી નૃત્યલીલા થાય છે, તેથી ત્રણે લોક પીડા અનુભવે છે. અહીં શંકા થાય કે ઈશ્વર તે દયાળુ છે, છતાં લોકોને દુ:ખ થાય એવું તાંડવનૃત્ય કરવા કેમ તત્પર થાય છે? તેનું સમાધાન કહે છે કે “નનું વામૈવ વિમુતા –ખરેખર, વિભુતા અર્થાત પ્રભુતા ઘણી કપરી હોય છે. કોઈ સાધારણ રાજા પોતાના દેશનું રક્ષણ કરવા સૈન્ય લઈને નીકળે છે ત્યારે પોતાના દેશની પ્રજાને કેટલો બધો ત્રાસ સહન કરવો પડે છે? તો આ તો સર્વ સૃષ્ટિના મહાન રાજા છે, એ પરમાત્માની તો વાત જ શી કરવી? મતલબ કે વિભુતા વિષમ છે.
[ હવે શંકર પાર્વતી આગળ નૃત્ય કરે છે, એવી પુરાણકથા છે. તેમાં શો હેતુ છે તે જોઈએ; પરમેશ્વર હમેશાં પાર્વતી આગળ નાચે છે તે યોગ્ય જ છે. જેના અંતરમાં તેને માટે અનન્ય
For Private and Personal Use Only