________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૮
શ્રીશિવમહિમ્ર સ્તોત્ર
પ્રેમ છે, તેની આગળ તે શું ન નાચે? નાચે જ, પરંતુ તેને અહીં તાત્ત્વિક અર્થ આવો છે: કારણાતીત ઈશ્વર એ જ પ્રત્યગાત્મા શિવ છે; તથા તમસમહાદિ પાંચ પર્વનો વિસ્તાર કરવાવાળો જે પર્વત અર્થાત અજ્ઞાન તેનાથી ઉત્પન્ન થવાવાળી જે પ્રમા (યથાર્થજ્ઞાન) વૃત્તિ, તે જ પાર્વતી છે. જાઓ:
'तमोमोहादीनि पञ्च पर्वाणि तनोति विस्तारयतीति પર્વતોગાનં, તમાદુન્ના પાર્વતીનું પ્રમાગૃત્તિઃ' તેની આગળ સર્વ કાળ પરમેશ્વર નૃત્ય કરતા હોય એમ પોતે સફરે છે; કેમ કે પ્રમાવૃત્તિરૂપ જે પાર્વતીના અંતરમાં શિવનું ફ રણ થવા માટે યોગ્ય પ્રેમ હોય છે, તે પાર્વતીની આગળ પોતે કેમ ન નાચે? અર્થાત તે વૃત્તિમાં આનંદરૂપ વડે પોતે નિરંતર ફ રિત થાય છે એવો ભાવ છે. કેટલાક મંદબુદ્ધિ મનુષ્યો વૈષયિક દૃષ્ટિથી શિવજીનું સ્ત્રીની આગળ નાચવું માનીને તેને અવળો અર્થ કરે છે, પરંતુ મહાસમર્થ પ્રભુનું એવું કર્મ કરવાનું કંઈ જુદું જ પ્રયોજન હોય છે એમ સમજવું જોઈએ. અને એમ સમજવા માટે દૃષ્ટિ અર્થાત બુદ્ધિ પૂર્વપુણ્યના સંચય વગર કેવી રીતે પ્રાપ્ત થાય? જેના ધ્યાનપ્રભાવ વડે અથવા નામસ્મરણ વડે ઉપાસકો વિરકત બની જાય છે, તે પ્રભુના ઐણભાવ (બાયલાપણું) માનવું એ પાપી અને વિષયી મનુષ્યોનું કામ છે. સજજન પુપો એવું કદી માનતા નથી.
For Private and Personal Use Only