________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશિવમહિમ્ર સ્તોત્ર
ઇંદ્ર તેને આશ્વાસન આપ્યું: ‘હે રતિ! કૃષ્ણાવતારમાં તારા પતિ એકિમણીના ઉદરે જન્મ લેશે, ત્યારે તે તેને પ્રાપ્ત થશે, માટે તું શોક ન કર.' સારાંશ કે, એ રીતે કામદેવે મહાપ્રભાવશાળી મહાદેવજીને પણ જીતવા સાહસ કર્યું તેથી તે ભસ્મ થઈ ગયો. એ ઉપરથી આ સમજવાનું છે કે, દેવાધિદેવ મહાદેવ બીજા સામાન્ય દેવ જેવા જો મનાય, તો તે પણ વિનાશકારક નીવડે છે. તો પછી તેમને તિરસ્કાર તે અતિશય વિનાશકર્તા નીવડે એમાં શી નવાઈ છે?]
શિવનું તાંડવનૃત્ય मही पादाघाताद् व्रजति सहसा संशयपदं पदं विष्णोर्भ्राम्यद् भुजपरिघरुग्णग्रहगणम् ॥ मुहुधौंदौःस्थ्यं यात्यनिभृतजटाताडिततटा जगद्रक्षायै त्वं नटसि ननु वामैव विभुता ॥१६॥ " (હે ભગવન! સંધ્યાકાળે એટલે સંધિકાળે) જગતનું ભક્ષણ કરવા ઇચ્છતા રાક્ષસને પિતાના તાંડવનૃત્ય વડે આને મોહ પમાડે છે અને જગતનું રક્ષણ કરવા આપ નાચો છો; (પરંતુ તે વખતે થતા) પગના આઘાતથી પૃથ્વી એકાએક(દબાઈ જવાના) સંદેહમાં પડે છે, અને આકાશ તમારા આમતેમ ફરતા હાથરૂપી ભોગળો વડે જાણે નક્ષત્રને સમૂહ ભાંગી ગયો કે શું એવા વહેમમાં પડે છે. વળી છેડાઓમાં છૂટી જટાના ફટકા લાગવાથી સ્વર્ગ વારંવાર મુશ્કેલીભરી સ્થિતિ પામે છે. ખરેખર! પ્રભુતા
For Private and Personal Use Only