________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામને નાશ असिद्धार्था नैव क्वचिदपि सदेवासुरनरे निवर्तन्ते नित्यं जगति जयिनो यस्य विशिखाः। स पश्यन्नीश त्वामितरसुरसाधारणमभूत् स्मर स्मतेव्यात्मा नहि वशिषु पथ्यः परिभवः॥१५॥
હે ઈશ્વર! દેવ, દાનવ અને માનવ સહિત આ જગત ઉપર કાયમને વિજય મેળવનાર એવાં કામદેવનાં બાણ કોઈ ઠેકાણેથી સિદ્ધિ મેળવ્યા વગર પાછાં ફર્યા નથી. તે કામદેવ તમને બીજા દેવો જેવા સાધારણ દેવ માનીને સ્મરણશેષ બની ગયો (નાશ પામ્ય.). ખરેખર! જિનેંદ્રિય પુરુષોને અનાદર કદી હિતકારી બનતો નથી. ૧૫
હે ઈશ! સદા વિજ્યશાળી એવા કામદેવનાં બાણ દેવ, દાનવ કે મનુષ્યોમાં કોઈ પણ ઠેકાણે આ વિશ્વમાં નિષ્ફળ જઈ પાછાં ફરતાં નથી; એવો પરાક્રમી કામદેવ “બીજા દેવોને મેં અનેક વાર જીત્યા છે, તેમ મહાદેવને પણ હું જીતીશ” એમ વિચારી તમારા તપમાં ભંગ પાડવા આવ્યો; પણ બીજા દેવોની
જેય તમે પણ એક સાધારણ દેવ છે એવી મૂર્ખતાભરી તેની માન્યતાને લીધે તે બળીને ભસ્મ થઈ ગયો; કારણ કે જિતેંદ્રિય સાધારણ મનુષ્યની આગળ પણ જો હલકું વર્તન ચલાવવામાં આવે છે, તો તે પણ નુકસાનકારક નીવડે છે, તો પછી જિતેંદ્રિય એવા આપ મહાયોગી અને મહાદેવ પ્રત્યે કરેલો તિરસ્કાર તો અતિશય
For Private and Personal Use Only