________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગદરક્ષા માટે શિવનું વિષપાન
૫૩
કે “તું ત્રિલોકી સહિત નિર્ધન થા.” એમ દુર્વાસાના શાપથી ઇંદ્રની લક્ષ્મી નાશ પામી, તેથી બધા દેવોને સાથે લઈ તે બ્રહ્માને શરણે ગયો. એટલે બ્રહ્મા એ બધાને સાથે લઈ શ્રીવિષ્ણુ પાસે ગયા અને એમની સ્તુતિ કરી. શ્રીવિષ્ણુ પ્રસન્ન થયા અને બોલ્યા: તમે બધા દૈત્યોની મદદ લઈ સમુદ્રમંથન કરો, તેમાંથી તમને લક્ષ્મી મળશે. તમારે હમેશાં સહેલું કામ દૈત્યોને સોંપવું, એટલે તેઓ ગર્વાધ હોઈ સહેલું કામ કરવાની ના કહેશે અને ભારે કામ ઉપાડી લેશે. હું પણ તમને એ કામમાં સહાય કરીશ.’ વિષષ્ણુ ભગવાનનાં એ વચને સાંભળી, દેવો પોતાને સ્થાને ગયા. પછી ઇંદ્ર પિતાનું કામ સિદ્ધ કરવા બલિરાજા પાસે જઈ સમુદ્રમંથનની વાત કરી: “હે બલિરાજ! આપણે બધા મળી સમુદ્રમંથન કરીએ તેમાંથી જે જે નીકળશે, તે તે સઘળું આપણે સરખે હિસ્સે વહેંચી લઈશું.’ એ સાંભળી બલિરાજાએ દૈત્યો સાથે સમુદ્રમંથન કરવાનું કામ કબૂલ કર્યું. પછી તો બધા દેત્યો તથા દેવોએ મળીને, મંદરાચળને રવૈયો કરી વાસુકિ નાગનું નેતરું કરી સમુદ્રમંથન શરૂ કર્યું: ત્યારે તેમાંથી ઉચ્ચ શ્રવા ઘોડો, ઐરાવત હાથી, કૌસ્તુભમણિ, કલ્પવૃક્ષ વગેરે જાતજાતનાં રત્નો નીકળ્યાં; તેમ જ મહાભયંકર કાલકૂટ નામનું ઝેર પણ નીકળ્યું. એ ઝેરથી ત્રણે લોકો ત્રાહિ ત્રાહિ” પિકારી રહ્યા; ત્યારે દેવો અને દાનવો ભયભીત બની સ્તુતિ કરતા શંકર પાસે આવ્યા એટલે શંકરને દયા ઊપજી અને તેમણે સૌને આશ્વાસન આપ્યું અને તે ઝેર પોતે પી ગયા.]
For Private and Personal Use Only