________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગદરક્ષા માટે શિવનું વિષપાન
૫૧
ઘણી જ ધામધૂમ સાથે તેમનાં લગ્ન કરાવી તેમને દ્વારકા મોકલી દીધાં. એ રીતે બાણાસુરને શિવજીની કૃપાથી ઉત્તમ સંપત્તિ અને પરાક્રમ પ્રાપ્ત થયાં હતાં. એ હકીકત આ શ્લોકમાં વર્ણવેલી છે. પરંતુ જ્યારે એને ગર્વ થયો ત્યારે એની પણ દુર્દશા થઈ. અર્થાત ઈશ્વરકૃપાએ જો રૂપ, ગુણ, ઐશ્વર્ય વગેરે પ્રાપ્ત થયાં હોય તો તેને લીધે છકી જવું નહિ; કેમ કે ગર્વ કોઈને રહ્યો નથી. આમ સમજી સદૈવ શિવના ચરણોમાં અવનતિ (નમસ્કાર) સ્વીકારીને ઉન્નતિ સાધવી એ જ શ્રેયનો માર્ગ છે.]
જગરક્ષા માટે શિવનું વિષપાન अकाण्डब्रह्माण्डक्षयचकितदेवासुरकृपाविधेयस्यासीद्यस्त्रिनयन विषं संहृतवतः॥ स कल्माषः कण्ठे तव न कुरुते न श्रियमहो विकारोऽपि श्लाघ्यो भुवनभयभङ्गव्यसनिनः॥१४॥
હે ત્રણ નેત્રોવાળા! (દેવે અને દાનવોએ કરેલા સમુદ્રમંથન વખતે નીકળેલા ઝેરની જવાળાઓથી) ઓચિંતા (થઈ જતા) બ્રહ્માંડના નાશને લીધે ભયભીત થયેલા ઇંદ્રાદિ દેવો તથા દાનવો ઉપરની દયાને વશ થઈ (એ) વિષને પી ગયેલા તમારા ગળામાં જે કાળાશ થઈ ગઈ, તે શોભા કરતી નથી, એમ નથી (પણ શોભા જ કરે છે). અહો! જગતના ભયને ટાળવાના વ્યસનવાળા પુરુષને (થયેલો વિકાર પણ વખાણવાલાયક બને છે.
For Private and Personal Use Only