________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦.
શ્રીશિવમહિમ્ર સ્તોત્ર
નામે હતી (તે ઉષા ઉપરથી ઉખા અને ઉખા ઉપરથી ઓખા કહેવાઈ). જેણે ગૌરીના વરદાનથી એક રંગીલો જુવાન સ્વપ્નમાં જોયો હતો, તેનું તેણે પોતાની સખી ચિત્રલેખા દ્વારા દ્વારકામાંથી હરણ કરાવ્યું હતું; અને ગાંધર્વલગ્ન કરી તેને પોતાના મહેલમાં ગુપ્ત રાખ્યો હતો. એ વાતની જ્યારે બાણાસુરને જાણ થઈ ત્યારે તેની સાથે તેણે યુદ્ધ કર અને નાગપાશથી તેને બાંધી કેદી તરીકે રાખ્યો હતો. એ વખતે આકાશવાણી થઈ અને ધ્વજસ્તંભ ઉપરનો મોર પડી ગયો ત્યારે બાણાસુર ખુશ થયો કે હવે મને મારા જેવો સમાન યોદ્ધો મળશે ખરો! જેને એણે કેદખાનામાં પૂર્યો હતો તે પ્રદ્ય —(શ્રીકૃષણના પુત્ર)નો પુત્ર અનિરુદ્ધ હતો. શ્રીકૃષ્ણને એ વાતની જાણ નારદમુનિએ કરી એટલે શ્રીકૃષ્ણ સઘળા યાદવોનું સૈન્ય સાથે લઈ બાણાસુર સાથે લડવા આવ્યા. તેમની સાથે બાણાસુરના રક્ષણ માટે શંકર પણ પોતાના સૈન્ય સાથે આવ્યા. બન્ને પક્ષો વચ્ચે દારુણ યુદ્ધ થયું. પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ શ્રીકૃષ્ણનો અવતાર થયો છે, એવું જાણીને બાણાસુરને ગર્વ ગાળવા માટે શિવજી શ્રીકૃષ્ણનાં અસ્ત્રો વડે મોહિત થયા. એટલામાં શ્રીકૃષ્ણ વૃક્ષની શાખાઓ જેમ કાપે તેમ બાણાસુરના હજાર હાથ એક પછી એક કાપી નાખ્યા, પરંતુ શંકરના કહેવાથી માત્ર ચાર હાથ જ રહેવા દીધા અને તેના પ્રાણ બચાવ્યા; કેમ કે ભગવાને પ્રહલાદને વરદાન આપ્યું હતું કે, “ર વધ્યો છે તેવાવડ–હું તારા વંશજો નાશ નહિ કરું.' તેથી જ બાણાસુરને મારી નાખ્યો નહિ. છેવટે બાણાસુરે પોતાની કન્યા ઉષા સહિત અનિરુદ્ધને શ્રીકૃષ્ણ પાસે રજૂ કર્યો અને શંકરની સંમતિથી
For Private and Personal Use Only