________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાણાસુરની સમૃદ્ધિ ઉપરના લેકમાં પરમાત્માએ દુષ્ટ રાવણને ગર્વ કેવી રીતે ઉતાર્યો હતો તે બતાવ્યું. હવે બાણાસુરની ઉન્નતિ કેમ થઈ હતી, તે બતાવતાં સ્તુતિ કરે છે: यदृद्धिं सुत्राम्णो वरद परमोच्चैरपि सतीमधश्चक्रे बाणः परिजनविधेयत्रिभुवनः ॥ न तच्चित्रं तस्मिन् वरिवसितरि त्वचरणयोन कस्याप्युनत्यै भवति शिरसस्त्वय्यवनतिः॥१३।।
હે વરદાન આપનાર મહાદેવ! ત્રણે ભુવનોને જેણે દાસની જેમ વશ કરેલાં હતાં, તે બાણાસુરે ઇંદ્રની સમૃદ્ધિને પણ નીચી કરી (તિરસ્કારી) હતી. તમારા ચરણોની સેવા કરનાર બાણાસુરની બાબતમાં એ આશ્ચર્ય ઉપજાવનારું નથી; કારણ કે તમારી આગળ મસ્તકનું નમન પણ કોને ઉન્નતિ (અપાવવા) માટે થતું નથી? ૧૩
હે વરદ! દેવોના રાજા ઇંદ્રની અત્યંત શ્રેષ્ઠ સંપત્તિને પણ બાણાસુર તુચ્છ ગણતો હતો; અથવા તે ઇંદ્રથી પણ અધિક સંપત્તિ એની પાસે હોવાથી તે ઇંદ્રના ઐશ્વર્યને અલ્પ માનતો હતો, તેમાં કંઈ નવાઈ જેવું નથી, કેમ કે તેણે સૈલોક્યને પોતાના સેવકની પેઠે વશ કર્યું હતું; તે તમારી ભકિતનો પ્રભાવ છે; તેણે ઇંદ્રની સંપત્તિને તુચ્છકારી હતી એટલું જ આપની સેવાનું કંઈ ફળ નથી; પણ તે તો આપની સેવાના ફળનો માત્ર એક અંશ જ છે; કારણ કે મનુષ્ય ભકિતપૂર્વક ઈશ્વરને શરણે જાય તો તેની
For Private and Personal Use Only