________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશિવમહિમ્રા સ્તોત્ર
બેઠી હતી, ત્યાં રાક્ષસના વેશમાં ઇંદ્ર આવ્યો અને તેણે કેક્સીના હાથમાંથી શિવલિંગ ધીમેથી લઈ લીધું ને સમુદ્રમાં ફેંકી દીધું. શિવલિંગ લોટનું બનાવેલું હતું. છતાં કેકસીની ભકિતથી દૃઢ થયેલું હતું, જેથી તેનો નાશ કરી નાખવામાં સમુદ્ર ફાવ્યો નહિ. તેણે તરંગો વડે તેને ઉછાળીને કાંઠે લાવીને મૂક્યું. પણ તે ઘણે છેટે પડેલું હોવાથી (ધ્યાન પૂરું થતાં. શોધતી કૅકસીને) તે હાથ લાગ્યું નહિ. કેકસી શોકાતુર બની ગઈ અને પોતાના નિત્યનિયમમાં ભંગ થવાથી શેક કરવા લાગી. એ સાંભળી રાવણ ત્યાં આવ્યો અને બોલ્યો: “હે માતા! તમે શેક કરશે નહિ. આપણે ત્યાં એક રત્નનું શિવલિંગ છે, તેની તમે પૂજા કરજો. તમારા હાથમાંથી ગયેલું શિવલિંગ હવે હાથ લાગવાનું નથી.” કેકસીએ કહ્યું: ‘પુત્ર! શંકરના આત્મલિંગ સિવાય બીજો કોઈ પણ પાર્થિવ લિંગ મને ઇષ્ટ નથી, તેથી જ હું મારા હાથથી બનાવેલું પાર્થિવ લિંગ (આત્મલિંગનું પ્રતીક માનીને) પૂજતી હતી. મારું પાર્થિવ લિંગ જો મને નહિ મળે, તો હું પ્રાણને ત્યાગ કરીશ; કેમ કે પાર્થિવપૂજાને ભંગ અશુભકારક છે.’ આમ માતાનું નિશ્ચયપૂર્વકનું બોલવું સાંભળી રાવણે કહ્યું: “હે માતા! હું હમણાં જ કૈલાસ પર્વત ઉપર જાઉં છું અને સાક્ષાત શિવને જ અહીં કૈલાસ સાથે ઉપાડી લાવું છું.’ એમ કહી રાવણ ઊપડ્યો. તેણે કૈલાસ આગળ આવીને પોતાના બાહુબળની પરીક્ષા કરવા સારુ કૈલાસ ઊંચકવા વિચાર કર્યો. તે મહાપરાક્રમી હતો, તેણે પિતાના વીસેય બાહુઓ વડે કૈલાસને હચમચાવી મૂક્યો ત્યારે પાર્વતી ભયભીત બની શંકરને પૂછવા લાગ્યાં: ‘આ કૈલાસ
For Private and Personal Use Only