________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શિવમહિમા સ્તોત્ર
વગરનું થયેલું ત્રિભુવન મેળવીને, રાવણ લડાઈની ચટપટીવાળા જે (વીસ) બાહુઓને ધારણ કરતા હતા, તેણે પોતાનાં) મસ્તકોરૂપી કમળની માળા તમારા ચરણકમળમાં બલિદાન કરી દીધી હતી, એ તમારા વિષેની તેની દૃઢ ભકિતને જ પ્રભાવ છે. ૧૧
રાવણે શંકરને પ્રસન્ન કરવા અનેક વર્ષો સુધી ઘેર તપ આદર્યું હતું અને પોતાના હાથે પોતાનાં નવ મસ્તકે એક પછી એક કાપીને તે મસ્તકોની માળા મહાદેવજીના ચરણકમળમાં ભેટ કરી હતી. આ વાત પુરાણપ્રસિદ્ધ છે અને એવી એકનિષ્ઠા અને દૃઢ ભકિતનું એને શું ફળ મળ્યું? તે કહે છે કે, શંકરના વરદાનથી એ બળવાન અને અતિ પ્રમત્ત થયેલા રાવણે અનાયાસે ત્રણે લોક જીતી લીધા. ત્રિકમાં કોઈ પણ શત્રુ થનાર તેની સામે રહ્યો નહિ. તેનું પરાક્રમ સાંભળીને જ સર્વ કોઈ પોતાને ગર્વ મૂકી દેતા હતા. અરે! તેણે તે ઇંદ્રાદિ દેવોને પણ જીતીને પોતાના દાસ બનાવ્યા હતા અને તેમની પાસે પોતાના ઘરમાં કામ કરાવ્યાં હતાં. તેના ઘરમાં દેવેન્દ્ર માળીનું કામ કરતો હતો; ચંદ્ર તેના માથા ઉપર છત્ર ધરી રાખતો હતો; અગ્નિ રસેઈનું કામકાજ કરતો હતો; પવન કચરો કાઢતો હતો; વરુણ જળ વહેવાનું કામ કરતો હત; સૂર્ય રાવણ આગળ મશાલ ધરતો હતો અને ગણપતિને તેનાં ઢોર ચારવાનું કામ મળ્યું હતું, એમ બધા દેવને તેણે કામ ોંપ્યું હતું. રૈલોક્યમાં કોઈ પણ વીર તેની સામે લડવા સમર્થ ન હતો, તેથી તેના વીરતાભર્યા બાહુઓની લડવાની અતિશય ઉત્કંઠા કદી પૂરી થઈ ન હતી. આટલું બધું સામર્થ્ય રાવણમાં જે આવ્યું હતું તે હે ઈશ્વર! તમારા વિષેની તેની અચળ ભકિતને જ પ્રભાવ છે.
સસા.
For Private and Personal Use Only