________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણની પરમ ભક્તિ
જ આશ્ચર્ય થયું. વિષ્ણએ કહ્યું કે, “હે બ્રહ્મા! આ લિંગને કિંઈ અંત જણાતું નથી, માટે તમે હંસનું રૂપ લઈ ઊંચે આકાશમાં જઈ આ લિંગનો છેડો જોઈ આવો; હું વરાહનું રૂપ લઈ નીચે પાતાળમાં જઈ એનું મૂળ જોઈ આવું છું, એમ કહી વિષ્ણુ શ્વેત વરાહનું રૂપ લઈ મનોવેગે નીચે ગયા અને બ્રહ્મા હંસનું રૂપ ધારણ કરી વાયુવેગે ઉપર ગયા. આમ બન્ને જણા એક હજાર વર્ષ સુધી પ્રયત્ન વડે તે અલૌકિક તેજોમય લિંગનો પાર પામવા ઉપર અને નીચે ગયા, પણ વિષ્ણુને તેના મૂળનો પત્તો ન લાગ્યો અને બ્રહ્માને તેના ઉપરના છેડાનો પત્તો ન લાગ્યો; આખરે તેઓ થાકીને મૂળસ્થાનમાં (જ્યાં હતા ત્યાં) આવ્યા અને તેજોમય લિંગને નમસ્કાર કરી પ્રાર્થના કરવા લાગ્યા. એમ પ્રાર્થના કરતાં કરતાં એક સો વર્ષ વહી ગયાં; એટલે તેમાંથી મહાદેવજી પોતે પ્રકટ થયા; તેમણે એ બન્નેને કારનો ઉપદેશ આપ્યો.].
રાવણની પરમ ભક્તિ રાવણ ઉપર ઈશ્વરને અનુગ્રહ થયો હતો, તે બતાવતાં શ્રી પુષ્પદંત સ્તુતિ કરે છે: अयत्नादापाद्य त्रिभुवनमवैरव्यतिकरं दशास्यो यद्वाहूनभृत रणकण्डूपरवशान् । शिरःपद्मश्रेणीरचितचरणाम्भोरुहबलेः स्थिरायास्त्वद्भक्तेस्त्रिपुरहर विस्फूर्जितमिदम् ॥११॥
હે ત્રિપુરહર! (સર્વને પરાભવ કરવાથી) અનાયાસે વરી
For Private and Personal Use Only