________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણના મદને નાશ
આવી રીતે રાવણ ઉપર પરમાત્માનો અનુગ્રહ થયો, તે બતાવીને હવે તેને અભિમાની થવાથી કેવી રીતે શિક્ષા થઈ તે બતાવે છે:
अमुष्य त्वत्सेवासमधिगतसारं भुजवनं बलात्कैलासेऽपि त्वदधिवसतौ विक्रमयतः ।। अलभ्या पातालेऽप्यलसचलिताङ्गुष्ठशिरसि प्रतिष्ठा त्वय्यासीद् ध्रुवमुपचितो मुह्यति खलः॥१२॥
રાવણે તમારી ભકિત કરી પોતાની વીસ ભુજાઓમાં મજબૂતાઈ મેળવી હતી અને તેથી તેણે તમારા નિવાસસ્થાન કૈલાસમાં પણ (તેને ઊંચકીને લઈ જવા) પોતાની એ ભુજાઓનું પરાક્રમ ચલાવ્યું હતું, તે વેળા તમે (પર્વત ઉપર પગના) અંગૂઠાનો છેડો સહેજ દબાવ્યો, ત્યારે રાવણની સ્થિતિ, પાતાળમાં પણ દુર્લભ થઈ લઈ હતી. ખરેખર! સમૃદ્ધિમાન થયેલ દુષ્ટ પુરુષ મેહ પામે છે (છકી જાય છે). ૧૨
રાવણની માતાનું નામ કૈકસી હતું. તે હમેશાં પ્રાત:કાળે સમુદ્રસ્નાન કરીને, ત્યાં જ બેસી પાંચ ધાન્યના લોટનું શિવલિંગ બનાવીને હથેળીમાં રાખીને, તેની જોડશોપચાર પૂજા કરતી. નિત્યના નિયમ પ્રમાણે તે એક દિવસ એ પ્રમાણે પૂજા કરી રહીને ધ્યાનમાં
For Private and Personal Use Only