________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
શ્રીશિવમહિમ્રઃ સ્તોત્ર
હે ત્રણ નેત્રોવાળા! કાલકૂટ નામના વિષનું પાન કરવાવાળા આપના કંઠમાં વિષને લીધે જે કાળાશ આવી ગઈ, તેથી કંઠની શોભા નથી થઈ એમ ન કહેવાય; ઊલટું એ કાળાશથી તો વિશેષ શોભા બની છે. અને નીલકંઠ એવું આપનું નામ પણ એ કાળાશથી જ પડ્યું છે. અહીં કોઈ આવો પ્રશ્ન કરે છે કે, દૂરદશી ભગવાને એ ભયંકર વિષને જાણી જોઈને કેમ પીધું? તો તેના ઉત્તરમાં બીજી પંકિતમાં કહે છે કે, દેવો તથા દૈત્યો ભયભીત થઈ આપની પાસે આવ્યા. તે વખતે દયાને વશ થઈ આપે વિચાર્યું કે આ વિષનું પાન કરવાનું બીજા કોઈનું ગજું નથી. હું જો ઉપેક્ષા કરીશ તો સકળ વિશ્વ નાશ પામશે, માટે જગતની રક્ષા સારુ મારે પોતાને જ વિષપાન કરવું જોઈએ. આવા વિચારથી તમે તે ઉગ્ર વિશ્વનું પાન કર્યું હતું, પરંતુ તેમ કરવાથી ગળામાં કાળાશ આવી ગઈ, અર્થાત કાળો ડાઘ થઈ ગયો તે શોભામાં વૃદ્ધિ કરનાર કેમ થયો એમ કોઈ પૂછે તે કહે છે કે, એમાં મોટા આશ્ચર્યની વાત નથી; કેમ કે લોકોનો ભય ટાળવાનું જેને વ્યસન લાગ્યું છે, એવા પરમેશ્વરને વિકાર પણ પ્રશંસનીય છે; અર્થાત જગતના ઉપકારાર્થે થયેલું દૂષણ પણ ભૂષણરૂપ જ બને છે.
[હવે આ વિષપાન સંબંધી આવી પુરાણકથા છે તે આપણે જોઈએ. એક વાર મહર્ષિ દુર્વાસાએ ઇંદ્રને એક માળા આપી. લક્ષ્મીના મદથી છકેલા ઇંદ્ર એ માળા પોતાના હાથીના ગંડસ્થળ ઉપર મૂકી દીધી; ત્યારે હાથીએ એ માળાને સૂંઢ વડે ઉછાળીને જમીન પર ફેંકી દીધી. પછી તેના ઉપર પગ મૂકી તે ચાલતો થયો. એ જોઈ મુનિને બહુ માઠું લાગ્યું. તેમણે ઇંદ્રને શાપ આપ્યો
For Private and Personal Use Only