________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રીશિવમહિન્નઃ સ્નાત્ર
પણ
રાખી તે પદમાં વિશેષણવિશેષ્યભાવ ગ્રહણ કરવા પડે છે. જહુર્—અજહદ્ લક્ષણામાં પદના મૂળ અર્થના થોડોક અંશ છેડી દેવા પડે છે, ને થોડોક અંશ કાયમ રાખવા પડે છે. ( આમ છે, તેથી તે તેનું ‘ ભાગત્યાગલક્ષણા' એવું બીજું નામ પણ છે.) જેમ કે, ‘સોડ્ય રેવત્ત: | ઘણાં વર્ષ ઉપર જે જોયેલા, તે જ આ સામે ઊભેલા દેવદત્ત છે.' અહીં ઘણાં વર્ષ ઉપર જોયેલું તેનું સુકુમાર રૂપ અને હાલમાં જોવામાં આવતું તેનું પ્રૌઢ રૂપ, આ બંને ધર્મ છોડી દઈ દેવદત્તનું સામાન્ય સ્વરૂપ જ લક્ષમાં લઈને, આપણે તેને ઓળખીએ છીએ. એ જ પ્રમાણે ‘તત્ત્વમસિ ।’ તે તું છે.’ એવું જે વેદનું મહાવાય છે, એમાંના ‘તત્ એટલે તે’ એ ઈશ્વરવાચક પદમાંથી સર્વજ્ઞપણુ અને ‘સ્વમ્ એટલે શું’ એ જીવવાચક પદમાંથી અલ્પજ્ઞપણુ, એમ થોડા થોડા અંશના ત્યાગ કરી બંનેમાંથી કેવળ ચૈતન્ય અંશનું ગ્રહણ કરવું; અને ‘અત્તિ એટલે છે’ એ પદ વડે તેમનું ઐકય અર્થાત અભેદપણુ સમજવું. બીજી રીતે કહીએ તો ‘માયામાં પ્રતિબિંબિત એવું જે તત્પદલક્ષ્ય ચૈતન્ય અને માયાકાર્ય એવું જે અંત:કરણ, તેમાં પ્રતિબિંબિત એવું જે öપદલક્ષ્ય ચૈતન્ય, તે બંનેમાંથી માયાના તથા અંત:કરણના ઉપાધિવાળા ભાગ છેડી દઈ બાકી રહેલું જે બિબભૂત શુદ્ધ ચૈતન્ય, તે તું છે.' એવી સાક્ષાત્કાર વૃત્તિ થતાંની સાથે માયા અને તેનું કાર્ય જે અજ્ઞાન, તેની વૃત્તિ થઈ જાય છે. આવી રીતે માયાદોષની નિવૃત્તિ થતાં, શુદ્ધ ચૈતન્યનું સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય છે. એમ અભેદભાવે વેદ જેનાં વખાણ કરે છે, એવા પરમાત્માને મન તથા વાણી પહાંચી શકતાં નથી, તે
For Private and Personal Use Only