________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવની વેદવાણી
૧૫
પછી એવા સગુણ અને નિર્ગુણ ઈશ્વરના મહિમાની સ્તુતિ કોણ કરી શકે? જો સગુણ ઈશ્વરની સ્તુતિ કરવા બેસીએ, તે તે અનંત ગુણયુકત હોવાથી કોઈથી અવી શકાય એવા નથી અને જો નિર્ગુણ
સ્વરૂપની સ્તુતિ કરવા જઈએ, તે સર્વ ધર્મોથી રહિત હોવાથી કોઈથી જાણી શકાય એવું નથી; તેથી જ “ધે સ્વર્યાવીને' એમ કહી ઈશ્વરના સાકાર સ્વરૂપની વાત કરેલી છે. એમાં ભકતો ઉપરના અનુગ્રહથી નંદી, પાર્વતી, પિનાક વગેરે ધારણ કરેલાં હોઈ, કોનાં મન તથા વાણી પ્રવેશતાં નથી એટલે સ્તુતિ કરવા ઉત્સાહિત થતાં નથી? મતલબ કે સૌનાં થાય છે.
શિવની વેદવાણું આ પ્રમાણે ઈશ્વરની સ્તુતિ કરવી યોગ્ય છે, તો પણ કોઈ નવીન શબ્દરચનાવાળી સ્તુતિ જ નહિ થાય તો તેમનું મનરંજન થશે નહિ. અને જો મનોરંજન નહિ થાય તો તેમની કૃપા થશે નહિ. જો કૃપા નહિ થાય તો મારા દુ:ખના ઉપાયરૂપ ફળપ્રાપ્તિ મને થશે નહિ, એ વિચાર કરી હવે સ્તુતિની સફળતા દર્શાવતાં સ્તવે છે:
मधुस्फीता वाचः परमममृतं निर्मितवतस्तव ब्रह्मन्किवागपि सुरगुरोविस्मयपदम् । मम त्वेतां वाणी गुणकथनपुण्येन भवतः पुनामीत्यर्थेऽस्मिन् पुरमथन ! बुद्धिर्व्यवसिता ॥३॥
For Private and Personal Use Only